Connect with us

Gujarat

ગુજરાત સરકાર દ્વારા કંડોલિયા ફિલ્મ્સની ‘હવે ક્યારે મળીશું’ ફિલ્મને બે એવોર્ડ

Published

on

kandoliya-films-hve-kyare-malishu-received-two-awards-by-the-gujarat-government

બરફવાળા

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ કેટેગરીમાં એવોર્ડ જાહેર કરાયા છે. વર્ષ 2020, 2021અને 2022 એમ ત્રણ વર્ષના સમય ગાળામાં પ્રસારિત થયેલ ગુજરાતી ફિલ્મો માટે એવોર્ડ ઘોષિત કરાયા છે. જેમાં ભાવનગરના કંડોલિયા ફિલ્મ્સ પ્રોડક્શનની વર્ષ 2020 ની ફિલ્મ ‘હવે ક્યારે મળીશું’ ના ગાયિકા કવિતા દાસને દ્વિતિય શ્રેષ્ઠ ગાયિકાનો એવોર્ડ જાહેર કરાયો છે.

કવિતા દાસ ને મેના રાણી ગીત માટે એવોર્ડ મળ્યો છે. મેના રાણી ગીત એ લાખો ગુજરાતીઓને ભારે ઘેલું લગાડ્યું હતું. જ્યારે આ જ ફિલ્મ ‘હવે ક્યારે મળીશું’ માટે શ્રેષ્ઠ નૃત્ય નિર્દેશન માટે ડાન્સ માસ્ટર માધવ કિશનજી ને એવોર્ડ જાહેર થયો છે. આમ કંડોલિયા ફિલ્મ્સની હર્ષદ કંડોલિયા અને ખુશ્બૂ શાહ નિર્મિત એક ફિલ્મને કુલ બે એવોર્ડ મળ્યા છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!