Sihor
સિહોરમાં કલાત્મક તાજિયા : મહેંદી રાતઃ કાલે પડમાં આવશે ૨૯મીએ આશુરાનો દિવસ

પવાર
- મહોરમનું પર્વ અંતીમ તબકકામાં: કાલે સાંજે તાજીયા પડમાં : રાત્રીના જૂલુસ, સિહોરમાં નિકળશે જૂલુસ: બે દિવસ મુસ્લિમ બિરાદરો રોઝા રાખશે : ન્યાઝ-તકરીર-વાએઝના કાર્યક્રમો
હઝરત ઈમામ હુસેન તથા 72 સાથીદારોએ વહોરેલી શહાદતની યાદમાં મનાવાયું મહોરમ પર્વ અંતિમ તબકકામાં પહોચ્યું છે. આજે મહેંદીરાત છે. આવતીકાલે મોડી સાંજે આઠ વાગે કલાત્મક તાજીયા પડમાં આવશે અને રાત્રે 9.30 કલાકે ઝુલુશ નીકળશે અને સવારના પાંચ વાગ્યા સુધી ફરશે. તા.29મીના શનિવારે બપોરે ઝુલુશ નીકળશે જે રાત્રે 9 વાગ્યા સુધી ફરશે. મુસ્લિમ બિરાદરો બે દિવસ રોઝા રાખશે ન્યાઝ, તકરીર અને વાસેઝના કાર્યક્રમો યોજાયા છે.
મુસ્લિમોના પવિત્ર તહેવાર અને શહીદી પર્વની ઉજવણી થઈ રહી છે.તા.27ના મહેંદીરાત ઉજવાશે.આવતીકાલે યાહુસેનના ગગનમેદી નારા સાથે તાજીયા પડમાં આવશે.તા.29મીના શનિવારે આશુરાનો દિવસ છે.જેમાં મુસ્લિમો નમાઝ અદાકરી અને કરબલાના શહીદોને તથા ઈમામ હુસેનને એમના પરિવારજનોને અંજલી અર્પણ કરશે. સિહોર ખાતે મુસ્લિમોના પવિત્ર તહેવાર અને શહીદી પર્વની ઉજવણી થઈ રહી છે. આ વર્ષ પણ મોહરમની તહેવાર ખુબજ કોમી એકતાના માહોલ વચ્ચે યોજાનાર છે.