Gujarat
જ્યોતિર્લિંગ કથાનો પ્રસાદ શૌર્ય, સૌંદર્ય અને ઓદાર્ય છે : મોરારિબાપુ
કુવાડીયા
17 દિવસથી ચાલતી માણસ નવસો રામ કથા આજે સોમનાથમાં વિરામ પામી
સમગ્ર ભારતના જ્યોતિર્લિંગ દર્શનનો ઉપક્રમ લઈને નીકળેલી પુ. મોરારિબાપુના વ્યાસાસને ગવાતી રામકથા 17 દિવસના વિચરણ પછી આજે અંતિમ દિવસે એટલે કે 7 ઓગસ્ટના રોજ સોમનાથ મહાદેવના શ્રી ચરણોમાં વિરામ પામી. પુ. બાપુએ કથા વિરામના શબ્દોનું ઉચ્ચારણ કરતાં કહ્યું કે સમગ્ર અસ્તિત્વએ પછી તે ચેતન અચેતન તમામ શક્તિ સહિતના સૌ કોઈએ આ કથાના પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કાર્યરત રહેવામાં જે મદદ કરી છે તેની નોંધ લેવી જોઈએ.
બાપુએ તમામ સમાધિઓ, સરકાર સ્થાનિક પ્રશાસન વગેરેનો પણ ખૂબ આભાર માન્યો. સમગ્ર ભારતના 12,000 કી.મી. નો પ્રવાસ કરીને રેલ દ્વારા નીકળેલાં 1008 યાત્રિકો આજે પણ એટલા જ તરોતાજા દેખાતાં હતાં. આ કથા આજે વિરામ બાદ બાપુના જન્મ સ્થળ તલગાજરડાના ચિત્રકૂટધામના હનુમાનજીના શ્રી ચરણોમાં શીશ નમાવીને યાત્રાનું સંપૂર્ણ સમાપન જાહેર કરવામાં આવશે. આજની કથામાં બાપુએ કહ્યું કે હું કોઈ રેકોર્ડ બનાવવા માટે નીકળ્યો નથી. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે આ કથા દ્વારા જ્યોતિર્લિંગના પ્રકાશથી સૌ કોઈને શૌર્ય,સૌંદર્ય અને ઓદાર્ય પ્રાપ્ત થયું છે.સતી અનુસયા અને અત્રિની કથા ભાવવાહી રીતે સંભાળાવી હતી.
તેમના પુત્ર ચંદ્ર તેના લગ્ન સંસ્કાર વગેરેનું મહાત્મ્ય વર્ણવ્યું હતું.મા બાપ તથા તથા બુઝગૅની સેવાથી આયુ,વિધા,યશ અને બળ વધે તેવું આપણાં શાસ્ત્રો જણાવે છે.શિવ તત્વનો પ્રભાવ છે તેથી તે પ્રભાત ક્ષેત્રમાં છે. ઉતર કાંડના ઉત્તર ભાગની રામકથા આજે સંક્ષિપ્તમાં પ્રસ્તુત થઈ હતી.સત્ય એટલે સ્મરણ,ગાન એટલે પ્રેમ, કરુણા એટલે શ્રવણ.આ ત્રિભુવન આ કથાથી પ્રાપ્ત થયું. કથાના સમગ્ર આયોજનમાં ઈન્દોરના આદેશ ટ્રસ્ટના શ્રી રૂપેશભાઈ વ્યાસ યજમાની કરતાં હતાં.પરંતુ તેમની સમગ્ર ટીમ રેલયાત્રા દરમિયાન કોઈ યાત્રિકોને કોઈ અગવડતા ન થાય તે માટે સતત ચિંતિત હતાં.
જ્યાં ટ્રેનનું સ્ટેશન જ્યોતિર્લિંગથી દૂર હતું ત્યાંથી તેમને તે યાત્રિકોને પહોંચાડવાની વાહન વ્યવહાર વ્યવસ્થા પણ સારી રીતે ગોઠવવામાં આવી હતી.કથા દરમિયાન પુ. મોરારિબાપુ પણ ટ્રેન દ્વારા મુસાફરી કરતાં હતાં.તેમના કોચને એક ખાસ સલૂન તરીકે આયોજિત કરવામાં આવ્યો હતો.આજે છેલ્લા દિવસે રાસ લેવડાવી શ્રોતાઓને એક અલૌકિક આનંદની અનુભૂતિ મોરારીબાપુએ કરાવી હતી.