Connect with us

Bhavnagar

ભાવનગરના જુનિયર બચ્ચન પિનાકીન ગોહિલ GFFA ના એવોર્ડથી સન્માનિત થયા

Published

on

junior-bachchan-pinakin-gohil-of-bhavnagar-was-felicitated-with-the-award-of-gffa

કુવાડીયા

  • ગાંધીનગર ખાતે ક્રિષ્ના પ્રોડક્શન આયોજિત ફેમિલી એવોર્ડ કાર્યક્રમમાં ભાવનગરના જુનિયર બચ્ચન પિનાકીન ગોહિલને સન્માનિત કરવામાં આવ્યા

ભાવનગરના જુનિયર બચ્ચન તરીકે ખ્યાતનામ પિનાકિન ગોહિલ ગાંધીનગર ખાતે ક્રિષ્ના પ્રોડક્શન આયોજિત એવોર્ડમાં કાર્યક્રમમાં સન્માનિત થયા છે. વર્ષ 2009થી ભાવનગરના ગોહિલ પિનાકિન આખા ગુજરાતમાં જુનિયર બચ્ચન તરીકે ઓળખાય છે. ગોહિલ પિનાકિને પોતાની પ્રતિભા લોકો સમક્ષ દેખાડી ભાવનગર તેમજ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પણ બહુ પ્રસિદ્ધિ મેળવી ચુક્યા છે. ત્યારે અંબાપુર ગાંધીનગર ખાતે શ્રી ક્રિષ્ના પ્રોડક્શન દ્વારા આયોજીત ગુજરાતી ફિલ્મ ફેમિલી એવોર્ડ્સ માં ભાવનગર થી એવા ગોહિલ પિનાકીન જુનિયર બચ્ચન સાહેબ ને એક્ટર તરીકે એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા “GFFA” ના નિર્માતા શ્રી જેકી વાઘેલા અને શ્રી નકુલ વછેટા અને તેમની શ્રી ક્રિષ્ના પ્રોડક્શનના તમામ મેમ્બરો સહિત ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ જુનિયર બચ્ચન પિનાકિન ગોહિલને અભિનંદન આપ્યા હતા

junior-bachchan-pinakin-gohil-of-bhavnagar-was-felicitated-with-the-award-of-gffa

ગુજરાત ના તમામ કેટેગરી ગાયક કલાકાર, એક્ટર , રાઇટર, પ્રોડ્યુસર , ડાયરેક્ટમાં આવતા તમામ નામી અનામી કલાકારો ને એવોર્ડ આપી સન્માન અને પ્રોત્સાહન આપી આવનારા સમય માં કલા દૃષ્ટિ એ ઉજવળ ભવિષ્ય માં આગળ વધવાનો વેગ જળવાઈ રહે એ હેતુ થી શ્રી ક્રિષ્ના પ્રોડક્શન એવોર્ડ થી બિરદાવ્યા છે. ગોહિલ પિનાકિન પોતે જણાવે છે કે વર્ષ 2009થી જુનિયર બચ્ચન તરીકે મને ડગલે ને પગલે ખુબ પ્રોત્સાહન આપી અમિતાભ બચ્ચન જેવા ડ્રેસ, મ્યૂઝિક, સ્ટેટ અને નાના મોટા પ્રોગ્રામમાં સફળતા અપાવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જયારે ખુબ મહાનાયક અમિતાભ બચ્ચન ખુશ્બુ ગુજરાત કી માટે સોમનાથ આવવાના હતા ત્યારે તેમના જેવો જ ગેટ અપ કરી તેમને મળવા પહોંચી ગયા હતા. તેમણે મારો ફોટો પાડી પોતાના બ્લોગ પર મુક્યો અને મને વિશ્વ કક્ષાએ પ્રસિદ્ધ કરી દીધો હતો.

Continue Reading
Advertisement
error: Content is protected !!