Bhavnagar
કોટીયા સ્થિત ગૌધામ ખાતે આગામી તા.14મીથી જીજ્ઞેશદાદાના વ્યાસાસને ભાગવત કથા યોજાશે
પવાર
ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા તાલુકાના છેવાડે ગિરનાર ની ગિરિમાળાઓ વિસ્તરેલી છે તેવા પ્રકૃતિ ની ગોદ માં ડુંગરો ને ખોદી જમીન સમતળ બનાવી સંત ખેરગીરિબાપુ દ્વારા અહી શિવ મંદિર સાથે ગૌશાળા બનાવાવમાં આવી છે. તેઓ જૂના અખાડા જૂનાગઢ ના ઠાનાપતી નો સંત સમુદાયમાં હોદ્દો ધરાવેછે.વર્ષો પહેલાં 9 વાછરડી લાવીને ગૌવંશ તેમાંય ગીર અને દેશી ગાયો નો ઉછેર અને વિસ્તાર વધે તેમાટે કાર્યશીલ બાપુ થયા હતા.આ જગ્યાને શ્રી ગુરૂ દત્તાત્રેય આશ્રમ અને ગૌધામ તરીકે ઓળખવામાં આવે છે. સંત લહેરગિરિબાપુ અને સેવક સમુદાય દ્વારા આગામી તા.14 ને મંગળવાર થી શ્રીમદ્ ભાગવત સપ્તાહ નો પ્રારંભ જીગ્નેશદાદા ના વ્યસાસ્થાને થશે.જેના આયોજન માટે આજે તળાજા ના દેવળીયા ની ધારે આવેલ દત્તાત્રેય આશ્રમ ખાતે સર્વજ્ઞાતિ ની બેઠક મળી હતી.જેમાં પોથીયાત્રા તા.14 ને મંગળવારે સવારે 8 કલાકે દેવળીયા ની ધારે થી પ્રસ્થાન થશે. કથા સમય સવારે 9 થી બપોર ના 1 સુધી રહશે.કથા સ્થળે પહોંચવા માટે તળાજા, ઠાડચ ઠળિયા થી વાહન મૂકવામાં આવશે.
બાપુ ના કહેવા પ્રમાણે હાલ અહી નિયમિત બંને સમય ભકતજનો માટે ભોજન પ્રસાદ ની વ્યવસ્થા હોય છે.કથા ને લઈ 24 કલાક ભોજન પીરસવામાં આવશે.દરોજ આશરે પાંત્રીસ હજાર થી વધુ કથા શ્રવણ સાથે ભોજન આરોગે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કથા ના પ્રારંભે દીપ પ્રાગટ્ય બ્રહ્મચારી શ્રી નારાયણનંદ ના હસ્તે થશે.વિશેષ ઉપસ્થિત મહેમાન મા ભાવનગર યુવ રાજ જ્યવીરસિંહજી રહેશે.એ ઉપરાંત રાજ્યની વિવિધ ધાર્મિક જગ્યાઓ ના મહંત, મહામંડલેશ્વર કક્ષાના એકસો થી વધુ સાધુ સંતો કથા દરમિયાન ઉપસ્થિત રહેશે. તા.15 અને 19 ના રોજ સંતવાણી પોગ્રામ રાખવામાં આવ્યું છે.જેમાં માયાભાઈ આહિર,દેવરાજભાઈ ગઢવી,પોપટભાઈ માલધારી, નાજાભાઈ આહીર,જીજ્ઞેશ કુંચાલા,રાજભા ગઢવી,જીજ્ઞેશ બારોટ,અરવિંદબાપુ ભારતી કલા પીરસશે.કથા ની પૂર્ણાહુતિ સોમવાર તા.20 ના રોજ થશે.
- ડુંગરો ની વચ્ચે ધાર્મિક સ્થળ વિકસાવવા 200 થી વધુ વિઘા જમીનનું દાન
ઊગતા અને આથમતા સૂર્ય ના દર્શન કરવાનો પોતાની આંખે નિહાળવા નો લહાવો મળેછે તેવા સ્થળે લહેરગીરી બાપુએ ગૌશાળા સાથે ધાર્મિક સ્થળ વિકસાવી રહ્યા છે.આ ધર્મસ્થળ ને વધુ વિકસાવવા માટે અને ભવિષ્યમાં સારી ઓલાદ ના ગૌવંશ ને વિકસાવી શકાય સાથે સનાતન ધર્મ સાથે વર્તમાન શિક્ષણ મેળવી શકાય તેવા આગોતરા આયોજન માટે દાતાઓ વરસ્યા છે.જેમાં બસો વીઘા થી વધુ જમીન સંતના ચરણે દાતાઓએ ધરી છે.