Bhavnagar
ભાવનગર ખાતે યોજાનાર રથયાત્રા પૂર્વે જળાભિષેક વિધિ યોજાઈ
કુવાડિયા
કેસર-ચંદન-પંચામૃત, ૭ નદીઓ અને ૧૦૮ કુવાના જળ વડે કરાયો જલાભિષેક ; રથયાત્રા સમિતિના સભ્યોના હસ્તે જળાભિષેક વિધિ સંપન્ન ; ભૂદેવો દ્વારા પૂજન-અર્ચન સાથે જળાભિષેક વિધિ કરવામાં આવી ; આગામી ૨૦ તરીકે નીકળનારી ૩૮ મી રથયાત્રા પૂર્વે જુદીજુદી પરંપરાગત વિધિઓ યોજાય છે.
આગામી તા.૨૦ જુનના રોજ ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજીની ૩૮ મી રથયાત્રા ભાવનગર શહેરના માર્ગો પર નીકળનારી છે. દેશના ત્રીજા અને રાજ્યના બીજા ક્રમની રથયાત્રા ભાવનગર શહેરમાં નીકળનારી છે એ પૂર્વે ભગવાન જગન્નાથજીના જુદા જુદા પ્રસંગોની પારંપરિક ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે ભગવાનેશ્વર મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની ૭ નદીઓના નીર અને ૧૦૮ કુવાના પાણી તેમજ પંચદ્રવ્યો વડે પૂજા અર્ચના કરવામાં આવી હતી.
હિન્દુઓની આસ્થાના પ્રતિક સમાન ભગવાન જગન્નાથજીની ૩૮ મી રથયાત્રા ભાવનગર શહેરમાં આગામી અષાઢી બીજના રોજ નીકળનારી છે ત્યારે તે પૂર્વે ભગવાન જગન્નાથજીની જુદીજુદી પારંપરિક વિધિઓ યોજાય છે જેમાં આજે શહેરના ભગવાનેશ્વર મંદિરે ભગવાન જગન્નાથજીના જળાભિષેકનો કાર્યક્રમ યોજાયો હતો.જેઠ સુદ પુનમના આજના દિને ભગવાનેશ્વર મંદિરે ભગવાન જગન્નાથજી-મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની કેસર-ચંદન, પંચામૃત તેમજ ૭ નદીઓના નીર અને ૧૦૮ કુવાના જળ વડે જલાભિષેક કરવામાં આવ્યો હતો.
મંદિર ખાતે બાલદીઓમાં પંચામૃત અને નદીઓ અને કુવાના જળને લાવી ભગવાનનો ટ્રસ્ટીમંડળના વિવિધ સભ્યોના હસ્તે જલાભિષેક કરવામાં આવ્યો હતો.જેમાં ભૂદેવો દ્વારા પૂજન અર્ચન અને ખાસ મંત્રોચ્ચાર સાથે આ જળાભિષેકની વિધિ કરવામાં આવી હતી જેમાં રથયાત્રા સમિતિના હરુભાઈ ગોંડલીયા સહિતના ટ્રસ્ટી મંડળના લોકો તેમજ ભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.