Sihor
જય પરશુરામ કરવું જોઈએ પણ આપડા ઘરના પરશુરામ દુઃખી ન હોવા જોઈએ ; સંજય રાવલ
દેવરાજ
ગઇકાલે સિહોરના બંધન પાર્ટી પ્લોટ ખાતે પરશુરામ ગ્રુપ આયોજિત સંજય રાવલનો ભવ્ય સેમિનાર યોજાયો, સંજય રાવલની એક એક વાતો પર તાળીઓ ગુંજતી રહી, જય પરશુરામ કરવું જોઈએ પણ આપડા ઘરના પરશુરામ એટલે કે આપડા માબાપ દુઃખી ન હોવા જોઈએ, જે હારવા તૈયાર છે એને કોઈ હરાવી શકતું નથી, જે કરો તે બેસ્ટ કરો, સંજય રાવલે સફળ થવા અંગેની જબરદસ્ત સમજ આપી
પરશુરામ જયંતિની ઉજવણીના ભાગરૂપે સિહોર બંધન પાર્ટી પ્લોટ ખાતે ગઈકાલે સેમિનાર યોજાયો હતો. આ કાર્યકમાં સંજય રાવલ પણ હાજર રહ્યા હતા. જ્યાં લોકોનો આત્મવિશ્વાશ જગાડવા કારકીર્દિ મોટિવેશનલ સેમિનારનું આયોજન કરાયું હતું.
જેમાં મોટિવેશનલ સ્પીકર્સ દ્વારા પોઝિટિવ થિકિંગ થકી સફળ થવા અંગે સમજ આપી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ભય મુક્ત જીવન ઉપર વિશેષ સંબોધન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની દીપ પ્રાગટ્યથી શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે ત્યાં હાજર રહેલા સંજય રાવલે માં બાપ વિશે જબરદસ્ત વાતો કરી હતી કહ્યું હતું કે જય પરશુરામ કરવું જોઈએ પણ આપડા ઘરના પરશુરામ દુઃખી ન હોવા જોઈએ સાથે વધુમાં કહ્યું હતું કે કોઈપણ ચીઝવસ્તુ વિશે ફરિયાદ કરવી નહિ. જે થાય છે એ સારા માટે થાય છે. એક પળ પછીની પણ ચિંતા કરવી નહિ એ એક જ રસ્તો છે, ભય મુક્ત જીવનનો. જે હારવા તૈયાર છે, એને કોઈ હરાવી શકતું નથી. વધુમાં આગળ કહ્યું હતું કે જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવતા માતા-પિતા અને શિક્ષકનું સદાય સન્માન કરો.
અને જીવનમાં હંમેશા એક્સલન્સ માટે કાર્યકરો જે કાંઇ કરો તે બેસ્ટ કરો પરીક્ષા આપવા જાઓ તો પૂરા 3 કલાક સુધી પેપર લખો. જેવું આવડે તેવુ લખો પરંતુ લખો. કદાચ ટકા ઓછા આવે તો નિરાશ ન થવું આપણા પ્લાન કરતા ઇશ્વરનો પ્લાન વધુ મોટો હોય છે. આથી ક્યારેય નાસીપાસ ન થવું. અહીં બ્રહ્મસમાજના આગેવાન અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સમગ્ર બ્રહ્મસમાજે હાથ ઉંચા કરી નક્કી કર્યું હતું કે રોજે સવારે જાગીને માતા પિતા ને પગે લાગશે