Connect with us

Gujarat

ગુજરાતમાં ધો.1થી8માં ગુજરાતી વિષય ભણાવવો ફરજીયાત

Published

on

it-is-compulsory-to-teach-gujarati-subject-in-1st-to-8th-grade-in-gujarat

પવાર

  • રાજયની કેબીનેટ બેઠકમાં નિર્ણય: તા.28ના રોજ વિધાનસભામાં ખરડો : તમામ બોર્ડ સાથે જોડાણ ધરાવતી શાળાઓ માટે નિયમ: ગુજરાતી નહી ભણાવનાર શાળાને દંડ થશે

ગુજરાતમાં હવે તમામ શાળાઓમાં ધો.1થી8ના અભ્યાસક્રમમાં ગુજરાતી વિષય ફરજીયાત થશે. આજે રાજયની કેબીનેટ બેઠકમાં આ નિર્ણય લેવાય છે અને તે મતલબનું એક વિધેયક તા.28ના રોજ વિધાનસભાના બજેટ સત્રમાં રજૂ થશે. હાલ સીબીએસઈ તથા અન્ય ગુજરાત બહારના બોર્ડ સાથે જોડાયેલી શાળાએ ગુજરાતી વિષયને વૈકલ્પિક રાખે છે અને તેનાથી ગુજરાતમાં જ ભણતા વિદ્યાર્થીઓ ગુજરાતી ભણી શકતા નથી.

it-is-compulsory-to-teach-gujarati-subject-in-1st-to-8th-grade-in-gujarat

આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો અને તે સંદર્ભનો એક ખરડો પણ રજુ થશે. આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પ્રારંભ થશે અને શુક્રવારે બજેટ રજૂ થશે. વિધાનસભામાં કાલે પેપર લીક વિરુદ્ધનું ગુજરાત સેવા આયોગ બિલ રજૂ થશે. આજે વિધાનસભાની કામકાજ સમીતીની બેઠકમાં વિધાનસભાના 25 દિવસના બજેટ સત્રની 27 બેઠકોનું આયોજન થયું છે. આ સમીતીમાં આમ આદમી પાર્ટીના કોઈ ધારાસભ્યને સ્થાન અપાયું નથી

error: Content is protected !!