Bhavnagar
ભાવનગરના 51માં SP તરીકે IPS ડૉ. હર્ષદ પટેલે ચાર્જ લીધો, અપાયું ગાર્ડ ઓફ ઓનર

બરફવાળા
ગુજરાત પોલીસમાં થોડા સમય પહેલા મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 70 IPSની એક સાથે બદલી કરવામાં આવી હતી. જેના કારણે ‘કહીં ખુશી કહીં ગમ’ જેવો માહોલ સર્જાયો હતો. કારણ કે કેટલાક અધિકારીઓને ક્રિમ પોસ્ટ પરથી હટાવીને સજા જેવી પોસ્ટ પર મૂકવામાં આવ્યા હતા, તો કેટલાકને સજા જેવી પોસ્ટ પરથી બહાર કાઢીને ક્રીમ ગણાતી પોસ્ટ મળી હતી. ત્યારે હવે અધિકારીઓ પોતાની બદલી થયેલી જગ્યા પર હાજર થઈ રહ્યા છે. ત્યારે આજે ભાવનગરમાં નવા પોલીસ જિલ્લા વડા તરીકે ડૉ. હર્ષદ પટેલે ચાર્જ સંભાળ્યો છે.
આજે ભાવનગરમાં 51માં જિલ્લા પોલીસ વડા તરીકે IPS ડૉ. હર્ષદ પટેલે ચાર્જ લીધો છે. નવા SP તરીકેનો ચાર્જ સંભાળતા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ભાવનગરમાં ડૉ. હર્ષદ પટેલએ SP તરીકે ચાર્જ સંભાળતા આ પ્રસંગે જિલ્લાના તમામ પોલીસ ઈસ્પેક્ટર તેમના સ્વાગત માટે જિલ્લા પોલીસ વડાની કચેરીએ આવી પહોંચ્યા હતા. તમામ પોલીસ ઈન્સપેક્ટર્સે ડૉ. હર્ષદ પટેલનું પુષ્પ ગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. IPS ડૉ. હર્ષદ પટેલ SP તરીકેનો ચાર્જ સંભાળતા મીડિયાને જણાવ્યું હતું કે, ભાવનગરમાં જે વ્યવસ્થા ચાલી રહી છે, તે ખુબ સારી રીતે ચાલી રહી છે, આ વ્યવસ્થા વધુ સારી રીતે અને સુદ્રઢ ચાલે તે પ્રકારના પગલા ભરીશું. પોલીસની સાથે-સાથે નાગરિકોની પણ એટલી જ ફરજ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં રહેલી છે, જે પ્રશ્નો સીધા જ નાગરિકોને સ્પર્શે છે તેવા તમામ પ્રશ્નો ઊભા ન થાય અને ઊભા થાય તો સમય મર્યાદામાં નિરાકરણ આવે તે દિશામાં ભાવનગર પોલીસ કોન્સટેબલથી લઈને SP સુધી સદાય કાર્યરત રહેશે, જેમાં ભાવનગર શહેર અને જિલ્લાના નાગરિકોનો સહકાર અપેક્ષીત છે.
ઉલ્લેખનીય છે કે, ભાવગરમાં અગાઉ જિલ્લા પોલીસ વડા તરીકે ડૉ. રવિન્દ્ર પટેલ હતા. જેમની બદલી પાટલ જિલ્લા પોલીસ વડા તરીકે કરવામાં આવી છે. ભાવનગરના પૂર્વ SP IPS ડૉ. રવિન્દ્ર પટેલ અને ભાવનગરના ઉચ્ચ અધિકારી વચ્ચે સંકલનનો અભાવ હોવાનું લોખ મુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે તેમની જગ્યાએ નિમણુક કરવામાં આવેલા IPS ડૉ. હર્ષદ પટેલે આજે ભાગનહર SP તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. તેમણે અગાઉ રાજકોટ LCBમાં DCP તરીકે, અમદાવાદ SOGમાં DCP તરીકે, અમદાવાદ કંટ્રોલરૂમમાં DCP તરીકે અને ગાંધીનગરમાં M.T. વિભાગમાં SP તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. છેલ્લા ધણા સમયથી સાઈડ પોસ્ટીંગ બાદ ડૉ. હર્ષદ પટેલને જિલ્લાની જવાબદારી મળી છે.