Bhavnagar
ભાવનગર પોલીસના 192 કર્મચારીઓની કરવામાં આવી આંતરિક બદલી, તાત્કાલિક નવા સ્થળે હજાર થવા કરાયો આદેશ
પવાર
જિલ્લામાં 192 પોલીસ કર્મચારીઓની આંતરિક ફેરબદલી, જિલ્લાના વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મીની સાગમટે બદલીઓનો દોર, પોલીસ મથકોમાં ફરજ બજાવનારા કર્મીઓને આંતરિક તબદિલ કરાયા
ભાવનગરમાં આજે એક સાથે 192 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. આજે ભાવનગર SP રવિન્દ્ર પટેલ દ્વારા ASIથી લઈને પોલીસ કોન્સટેબલ સુધીના 192 કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. SPએ કરેલા આદેશ મુજબ સંબંધિત અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું છે કે, બદલી કરાયેલા કર્મચારીઓને તાત્કાલિક છૂટા કરીને નવી જગ્યાએ હજાર કરવામાં આવે અને આ ઉપરાંત અધિકારીઓએ કર્મચારીઓને છૂટા કર્યાનો અને હજાર થવા અંગેના રિપોર્ટ મોકવા જણાવવામાં આવ્યું છે. ભાવનગરના જે પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. ભાવનગર શહેર-જિલ્લામાં આવેલ જુદા જુદા પોલીસ મથકોના 192 જેટલા કોન્સ્ટેબલ તથા હેડ કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મચારીઓની જિલ્લા પોલીસ દ્વારા આંતરિક બદલી કરવામાં આવી છે. ભાવનગર જિલ્લામા આવેલા જુદા-જુદા પોલીસ મથકોમાં ફરજ બજાવતા 192 હથિયારધારી, બિનહથિયારધારી હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ, એએસઆઇની આંતરિક બદલીના જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી દ્વારા આદેશો કરાતા પોલીસબેડામાં ચર્ચાઓનો દોર વહેતો થયો છે. જિલ્લામાં કાર્યરત ભાવનગર શહેર, ગ્રામ્ય, મહિલા પોલીસ મથક, સાયબર સેલ, વરતેજ, સિહોર, સોનગઢ, પાલીતાણા, જેસર, ઉમરાળા, વલ્લભીપુર મળી જુદા-જુદા પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઇ સહિત 192 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના જિલ્લા પોલીસ અધિક્ષકે આદેશો કરી કર્મીઓને વહેલી તકે ચાર્જ સંભાળી લેવા તાકીદ કરાઇ છે.બદલી થયેલા દરેક કર્મચારીઓને સત્વરે છૂટા કરવા અને બદલીવાળા સ્થળે હાજર થયા બાદ રિપોર્ટર મોકલવા આદેશ કરાયો છે.