Gujarat
‘INDIA’ ખુશ હુઆ : સત્યને પરાજીત કરી શકાતું નથી – શકિતસિંહ ગોહિલ
કુવાડીયા
- આ તો નફરત સામે મોહબતની જીત, શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને કહ્યું ધન્યવાદ સુપ્રીમ કોર્ટ – સત્યને પરેશાન કરી શકાય છે, પરાજીત નહીં
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને સાંસદ શકિતસિંહ ગોહિલે ‘ઇન્ડીયા’ ખુશ થયાનું કહ્યું હતું. તેઓએ ટવીટમાં લખ્યુ હતું કે સત્યને પરેશાન કરી શકાય છે પણ પરાજીત કરી શકાતું નથી. રાહુલ ગાંધીજીને મળેલા ન્યાયથી ઇન્ડીયા ખુશ છે. રાજયના તમામ શહેરોમાં લોકતંત્રમાં વિશ્વાસ રાખનારા ગુજરાતીઓ ખુશી મનાવશે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો છે.
શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ”રાહુલ ગાંધી ઝિંદાબાદ, સત્યમેવ જયતે” ‘આ નફરત સામે મોહબ્બતની જીત છે, જય હિન્દ.’ માનહાનિ કેસમાં ફટકારવામાં આવેલી બે વર્ષની સજા પર સુપ્રીમ કોર્ટ દ્વારા હાલ પુરતી રોક લગાવી દેવામાં આવી છે. જેને લઇને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા સુપ્રીમનો આભાર માનવામાં આવી રહ્યો છે અને ભાજપ પર તીખા પ્રહાર કરાઈ રહ્યાં છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા આ સંદર્ભે નિવેદન આપ્યું છે અને કહ્યું છેકે, સત્યને પરેશાન કરી શકાય છે પણ પરાજીત કરી શકાતું નથી.
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મળેલા ન્યાયથી ભારત ખુશ છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છેકે, ખુબ ખુશીની વાત છેકે નામદાર સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને રાહત આપી છે. આપણે ત્યાં કહેવાય છેને કે સત્યમેવ જયતે. સત્યને પરેશાન કરી શકાય છે પણ પરાજીત કરી શકાતું નથી. રાહુલ ગાંધીને ખોટા કેસના આધારે ખુબ પરેશાન કરવામાં આવ્યા. પરંતુ આખરે નામદાર સુપ્રીમ કોર્ટમાંથી તેમને ન્યાય મળ્યો છે.સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે એટલું જ નહીં પણ આપણા ગુજરાત માટે કેટલીક લાલ લાઇટ કહી શકાય એવી પરિસ્થિતિનું પણ દર્શન કરાવ્યું છે.