Sihor
સિહોર ખાતે રાહતદરે અલ ખૈર સાર્વજનિક દવાખાનું & નેચરોપેથી સેન્ટરનો થયેલ પ્રારંભ
પવાર
સિહોર ખાતે આવેલ યકીનશાપીર ની દરગાહ તેમજ રામવાડી સામે આવેલ અલ ખૈર સાર્વજનિક દવાખાનું & નેચરોપેથી સેન્ટર નું રાહતદરે આજરોજ શુભારંભ કરવામાં આવેલ તેમાં સિહોર ના જાણીતા ડૉ. કૃપાલીબેન એન. ડાખરા , ડૉ ઉર્વિબા ઝાલા, તેમજ ડૉ.કોશરબેન સૈયદ, જેઓ આ દવાખાના માં તબીબી નિદાન, સારવાર તેમજ દવાઓ મળી રહેશે.
આ માત્ર માનવસેવા એજ પ્રભુ સેવા તેમજ “દર્દી દેવો ભવ:”એક સેવા ના માધ્યમ ના ઉદ્દેશ થી અને ગરીબ તેમજ મધ્યમ પરિવારો માટે ખુબજ જરૂરી બને છે એક આ દવાખાના માં ખાસિયત રહેશે જેમાં તમામ તબીબો (બહેનો) છે
જેથી લેડીઝ વર્ગ માટે ખૂબ જ સ્ત્રીરોગ સહિત ની સમસ્યાઓ માટે સરળ બની શકશે આજ ના દવાખાના ના ઉદ્ઘાટન પ્રસંગે મૌલવીઓ,સમાજના આગેવાનો,દાતાશ્રીઓ , સ્નેહીજનો,મહાનુભાવો, સમાજ શ્રેષ્ઠીઓ વડીલો માતાઓ બહેનો તેમજ બહોળી સંખ્યામાં ભાઈઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં
તેમજ શુભેચ્છાઓ પાઠવવા નામાંકીત ડોકટરો,મેડિકલ,લેબોરેટરી ,એક્સરે વિભાગ સહિતના શુભેચ્છકો,તેમજ વિવિધ સામાજીક સંસ્થા ના હોદેદારો કાર્યકરો પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં