Sihor
શિક્ષણ જગતમાં બોર્ડના પરિણામોમાં જ્ઞાનમંજરી મોર્ડન સ્કૂલનો ડંકો વાગ્યો, બોર્ડના પરિણામોમાં ઝળહળતુ સ્થાન : જ્વલંત સફળતા મેળવતા સ્કૂલના તારલાઓ
દેવરાજ
ધોરણ-12 સાયન્સ, ધોરણ-12 કોમર્સ તથા આજના ધોરણ-10 એમ ત્રણેય ધોરણના પરિણામમાં ઝળહળતુ સ્થાન : જ્વલંત સફળતા મેળવતા સ્કૂલના તારલાઓ
મોર્ડન સ્કૂલનું વિઝન ‘ઉત્કૃષ્ટ શિક્ષણ દ્વારા રાષ્ટ્રનું નિર્માણ’ આ સૂત્ર સાથે શુભ શરૂઆત થયેલ સ્કૂલનાં સ્થાપક સખત પરિશ્રમમાં માને છે. શિક્ષણની ગુણવતા જાળવી રાખવા માટે તેઓ સતત પ્રયત્નશીલ હોય છે. દર વર્ષની જેમ આ વર્ષ પણ સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ-12 સાયન્સ, કોમર્સ, આર્ટસ તથા ધોરણ-10માં સતત સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરવાની પરંપરા જાળવી રાખી છે આજે રાજ્યમાં ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે
જેમાં સિહોરની જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલનું ઝળહળતું પરિણામ પાપ્ત થયેલ છે. આજે ગુરૂવારનાં રોજ ગુજરાત સરકાર દ્વારા S.S.C. બોર્ડ માર્ચ – 2023 નાં રોજ ઓનલાઈન પરિણામ જાહેર થયેલ. જેમાં જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલનું દર વર્ષની જેમ આ વર્ષે પણ સિહોર કેન્દ્રમાં 96.00% સાથે જ્વલંત સિદ્ધિ પાપ્ત કરેલ છે.
જેમાં શાળામાં પ્રથમ નંબરે ભમ્મર જયશ્રીબેન જી. (99.19%tile) , દ્વિતીય નંબરે જોટાણા કરણ જે. (99.00%tile) અને તિવારી નિધિ જી. (99.00%tile), તૃતીય નંબરે ખમળ વૈભવ ડી. (98.00%tile), ચતુર્થ નંબરે વ્યાસ દક્ષ એમ. (97.22%tile)અને પંચમ નંબરે દેથળીયા માનસી આર (97.13%tile) પ્રાપ્ત કરી જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ – સિહોરનું ગૌરવ વધારેલ. આ સિદ્ધિ બદલ શાળાનાં ટ્રસ્ટીશ્રી. વી.ડી.નકુમ, શ્રી.નાકરાણી, એકેડમિકહેડ – શ્રી.શૈલેન્દ્ર તેમજ શાળાનાં પ્રિન્સીપાલશ્રીઓ તથા સમગ્ર સ્ટાફગણે દરેક વિદ્યાર્થીઓને ખૂબ – ખૂબ અભિનંદન પાઠવેલ છે.