Bhavnagar
કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવીયાની વિશેષ ઉપસ્થિતિ માં હણોલ ગામે રાત્રી ગ્રામસભા યોજાઇ.
પવાર
આભા કાર્ડ કઢાવવામાં 100 ટકા સિદ્ધિ હાંસલ કરવા બદલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડની ટીમને સન્માનિત કરવામાં આવી હતી.
ભાવનગર જિલ્લાનાં બે દિવસીય મૂલાકાતે પધારેલ કેન્દ્રિય આરોગ્ય મંત્રીશ્રી ડો.મનસુખભાઇ માંડવીયાની અધ્યક્ષતામાં પાલિતાણા તાલુકાનાં હણોલ ગામે રાત્રી ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.કેન્દ્રિય આરોગ્ય મંત્રીશ્રી ડો.મનસુખભાઇ માંડવીયાએ આ અવસરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓનું અમલીકરણ, ગામમાં થઈ રહેલા વિકાસના કામોની ચર્ચા, આરોગ્યક્ષેત્ર ની તમામ યોજનાઓના અમલ કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.મંત્રીશ્રીએ હણોલ ગામ આયુષ્માન ગામ બનાવવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. હણોલ ગામ ટી. બી. મુક્ત, લેપ્રશી મુકત ,મેલેરીયા મુક્ત ગામ બનીને એક ઉદાહરણ પૂરું પાડે એવું જણાવ્યું હતું.
આ ઉપરાંત મંત્રીશ્રીએ “મારી માટી મારો દેશ” અંતર્ગત કાર્યક્રમની વિગત આપી હતી.જિલ્લા કલેકટર શ્રી આર. કે. મહેતા એ જણાવ્યું હતું કે, લોકભાગીદારી થકી થતાં વિકાસના કામો અંગે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે એવું હણોલ ગામ છે. આદર્શ ગામ બનાવવા માટે લોકોનો ખૂબ જ સરસ સહયોગ છે.આભા કાર્ડ કઢાવવામાં આખા ગુજરાત અને ભારત દેશ માં પ્રથમ ગામ હણોલે 100 ટકા સિદ્ધિ હાંસલ કરવા બદલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુંકડ ના મેડિકલ ઓફિસરશ્રી, હેલ્થ સુપરવાઈઝર શ્રી, CHO શ્રી, FHW, MPHW, ASHA બહેનો ની ટીમ તેમજ સરપંચશ્રી ને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સભામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, પ્રાંત શ્રી યુવરાજ સિદ્ધાર્થ સહિતનાં પદાધિકારીઓ, આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.