Connect with us

Bhavnagar

વરસાદમાં કપડા ફટાફટ સુકવવા લગાવો નવી તરકીબ : દુર્ગંધ પણ નહીં આવે

Published

on

in-the-rain-put-the-clothes-to-dry-quickly-new-trick-the-smell-will-not-come

દેવરાજ

વરસાદમાં કપડા સુકવવા મા માથાનો દુખાવો થઈ જઈ છે. એક બાજૂ તડકો નીકળે નહીં અને, તો બીજી માટી અને કાદવ કીચડ ના કારણે આ સીઝનમાં કપડા પણ ખૂબ ગંદા થતાં હોય છે. વરસાદની સિઝનમાં કપડા સુકવવા ખૂબ જ ચિંતા નો વિષય બની જઈ છે. ઘરની બહાર સુકવી શકતા નથી અને ઘરની અંદર કપડા નાખવાથી ભયંકર દુર્ગંધ આવે છે. ત્યારે આવા સમયે લોકોને ઘરની અંદર પંખાની હવામાં કપડા સુકવવા પડે છે. પણ શું આવું કરવું યોગ્ય છે? તે જાણીએ. કપડાને હવાથી સુકવવાની એક સામાન્ય પ્રક્રિયા છે, પછી તે ઘરની અંદર હોય કે બહાર.

in-the-rain-put-the-clothes-to-dry-quickly-new-trick-the-smell-will-not-come

જો કે, ઘરની અંદર કપડા સુકવવામાં વધારે સમય લેશે અને જો આપની પાસે એક પરફેક્ટ સ્પોટમા રૈક નથી, તો આપને એવા કપડા સાથે રહેવું પડશે, જે ભીના હોય અને તેમાંથી દુર્ગંધ આવતી હોય. આવી સ્થિતિમાં જલ્દી અને સારી રીતે કપડા સુકવવા માટે વેંટિલેશન અને સુકી હવા હોવી જરુરી છે. જો આપ ઘરમાં કપડા સુકવશો અને આપની પાસે વેંટિલેશન નહીં તો, એક પંખો ચાલુ કરવાથી આપનું કામ સરળ થઈ જશે. આપ ભીના કપડા પાસે એક પંખો ચાલુ કરીને મુકી દો. આપના કપડા ઝડપથી સુકાઈ જશે અને તેમાં કોઈ પણ પ્રકારની દુર્ગંધ પણ નહીં આવે. વરસાદમાં જો કપડા સારી રીતે ન સુકાય તો, તેમાંથી દુર્ગંધ આવે છે. એટલા માટે જ્યારે આપ વરસાદમાં કપડા ધુઓ છો, તો અમુક ખાસ બાબતોનું ધ્યાન રાખો. કપડા ધોતી વખતે 2 ચમચી વિનેગર પાણીમાં નાખો. આ ઉપરાંત કપડા ધોતી વખતે સારા ડિટર્જેંન્ટ અને સુંગધિત લિક્વિડનો ઉપયોગ કરો.

error: Content is protected !!