Connect with us

Sihor

સવારે ગાજવીજ સાથે તોફાની બેટીંગ કરી વરસાદે સિહોરીઓને જગાડયા

Published

on

In the morning, stormy batting with thunder and rain woke up the Sihoris

દેવરાજ

કાળા ડિબાંગ વાદળો અને વીજળીના લપકારા સાથે ગુડ મોર્નિંગ : સમગ્ર ગોહિલવાડમાં વરસાદી માહોલ : સિહોર-૩ાા, ઉમરાળા-૨ાા, વલ્લભીપુર-૨, ભાવનગર-૧ાા, તળાજા – ઘોઘામાં ૧ ઇંચ

સિહોર શહેરમાં આજે જ જાણે ચોમાસુ બેઠુ હોઇ અને આગમન વખતે જે તોફાની વરસાદ ઝીંકાઇ છે. તેવો વરસાદ ગઈકાલે મોડી રાત્રીએ વરસતા સિહોર શહેરમાં સાડા ત્રણ ઇંચ સહિત વરસાદ નોંધાયો હતો સિહોર શહેરમાં ગઈકાલ મોડી રાત્રિથી જ મેઘરાજા જાણે કોપાયમાન બન્યા હોઇ તેમ આકાશમાંથી સતત વાદળો અથડાતા આવતો ભયાનક અવાજ, વિજળીના ચમકારા સાથે જે વરસાદ શરૂ થયો હતો તે વરસાદે શહેરીજનોની ઉંધ ઉડાડી દીધી હતી. સવારે સાત વાગ્યા સુધીમાં શહેરમાં વરસાદનું રાજ જોવા મળ્યુ હતુ. સિહોરમાં સાડા ત્રણ ઇંચ, ઉમરાળામાં અઢીઇંચ , વલ્લભીપુર માં બે ઇંચ,ભાવનગર શહેરમાં દોઢ ઇંચ, તળાજામાં એક ઇંચ, ઘોઘામાં એક ઇંચ વરસાદ પડ્‍યો છે. ગોહિલવાડ પંથકમાં ફરી વરસાદી માહોલ જમ્‍યો છે. સિહોરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયો છે.

In the morning, stormy batting with thunder and rain woke up the Sihoris

જયારે ઉનાળામાં અને વલભીપુરમાં પણ ધોધમાર બેથી અઢી ઇંચ વરસાદ પડ્‍યો છે. આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે ભાવનગરમાં મોડીરાત્રે શરૂ થયેલો વરસાદે 4 કલાક માં ઘોઘમાર વરસાદ વરસી ગયો હતો જેમાં એકથી સાડા ત્રણ ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. ભાવનગર જિલ્લામાં 6 વાગ્યા સુધીમાં વલ્લભીપુરમાં – 49 મિમી, ઉમરાળામાં – 66 મિમી, ભાવનગરમાં -40 મિમી, ઘોઘામાં – 23 મિમી, સિહોરમાં – 87 મિમી, ગારીયાધારમાં – 4 મિમી, પાલીતાણામાં – 0 મિમી, તળાજામાં – 24 મિમી, મહુવામાં – 0 મિમી તથા જેસરમાં – 6 મિમી વરસાદ વરસ્યો હતો, ભાવનગર જિલ્લાના 10 તાલુકા માંથી 8 તાલુકામાં વરસાદ નોંધાયો જયારે મહુવા તથા પાલીતાણા તાલુકો વરસાદથી વંચિત રહ્યો હતો.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!