Connect with us

Gujarat

બિપોરજોય નુકસાની સહાય મામલે કોંગ્રેસના આકરા તેવર, સરકાર પાસે મૂકી આ માંગ, કહ્યું તાત્કાલિક વ્યવસ્થા ઉભી કરો

Published

on

in-the-matter-of-biporjoy-compensation-assistance-the-congress-has-put-this-demand-to-the-government-and-said-to-make-an-immediate-arrangement

કુવાડિયા

  • વાવાઝોડાની નુકસાન સહાય મામલે કોંગ્રેસ પ્રમુખની મુખ્યમંત્રીને રજુઆત, સરકાર દ્વારા સત્વરે સહાય ચુકવવામાં આવે તેવી માંગ, શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી બિપોરજોય વાવાઝોડાની સત્વરે સહાય ચૂકવવા માંગ ઉઠાવી છે. તાજેતરમાં ગુજરાત પર ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાએ ઠેર ઠેર વિનાશ વેર્યો હતો. વાવાઝોડાની થપાટે અનેક મકાનો જમીનદોસ્ત થયા હતા. આ ઉપરાંત વાવાઝોડાની અસરને લઈને ખાબકેલા વરસાદથી પણ અનેક પાકોને નુકસાન થયું હતું. ત્યારે આ અંગે સરકાર દ્વારા સહાય પણ જાહેર કરાઈ છે. જોકે આ સહાય અપૂરતી હોય તથા હજુસુધી મળી ન હોવાની લોકોમાંથી રાવ ઉઠી રહી છે. ત્યારે આ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે. બિપોરજોય વાવાઝોડા અંગે નિવેદન આપતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું. અસરગ્રસ્ત લોકોને વાવાઝોડાથી નુકાસની અંગેની સહાય હજુ સુધી ન મળતા લોકોને પડ્યા પર પાટુ સમાન સાબિત થઈ રહ્યું છે. બીજી બાજુ જે નુકસાન થયું છે. તેના બદલામા સહાય ખૂબ જ ઓછી હોવાનો પણ લોકોમાંથી ગણગણાટ ઉપડ્યો છે.

In the matter of Biporjoy compensation assistance, the Congress has put this demand to the government and said to make an immediate arrangement

કોંગ્રેસના કાર્યકર્તા લોકોને કોઈપણ જાતની અપેક્ષા વગર સેવા પૂરી પાડશે

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહીલે મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆતમાં જણાવ્યું હતું કે જેમને પણ કોઈ પ્રકારનું નુકસાન થયેલ હોય તેઓ ફોટો કે વીડિયો લઇ અને સરકારને મોકલી આપે તો તે સચોટ પુરાવો છે. આ ફોટા કે વીડિયોનાં આધારે સત્વરે રાહત પહોચાડવાની કાર્યવાહી શરુ કરવી જોઈએ. લોકો પોતાની વિગતો ભરીને સરકારને કોઈ સાઈટ ઉપર અથવા વોટ્સએપથી મોકલી શકે તેવી ગોઠવણ સત્વરે કરાવાની પણ માંગ ઉઠાવી છે. લોકોને પોતાને થયેલ નુકશાન અંગેના ફોટા કે વીડિયો અને વિગતો સરકારને મોકલવામાં અડચણ પડે અને સરકારી તંત્ર સહાયતામાં ન પહોંચી શકે તેમ હોય તો અમને જણાવવા વિનંતી કે જેથી કોંગ્રેસ પક્ષના સોશિયલ મીડિયાની ટીમ તથા કોંગ્રેસના કાર્યકર્તા લોકોને કોઈપણ જાતની અપેક્ષા વગર સેવા પૂરી પાડશે. તેમ પણ રજુઆતમાં ઉલ્લેખ કરાયો છે. વધુમાં ઝડપથી સહાય મળે, ભષ્ટ્રાચાર કે ખોટું પણ નાં થાય તે માટે બદલાયેલ સંજોગોને ધ્યાને લઈને સર્વે કરવા સરકારી તંત્રની માનવશક્તિનો વ્યર્થ વ્યય કરવાના બદલે લોકો પોતે જ ફોટા કે વીડિયો પોતાની વિગત સાથે પુરાવા મોકલે તે આવકારદાયક રહેશે. તેમ રજૂઆતના અંતમાં કહ્યું હતું.

error: Content is protected !!