Sihor
સિહોરના મકાતનાઢાળ વિસ્તારમાં બે પરિવારોએ આખો વિસ્તાર માથે લીધો ; લોકો ભયના ઓથાર હેઠળ
દેવરાજ
ગઈકાલે રાત્રીના સમયે બે પરિવારો વચ્ચે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થતા આખા વિસ્તારને માથે લીધો, દેકારા, પડકારા, હોહા અભદ્ર ભાષાઓથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો, આજે સવારે ફરી બન્ને પરિવારો સામ-સામે આવી જતા મારામારી સર્જાઈ, સમગ્ર મામલો પોલીસમાં, સમગ્ર ઘટનાને લઈ લોકો સમસમી ઉઠ્યા છે….
સિહોરના મકાતનોઢાળ વિસ્તારમાં બે પરિવારોએ સમગ્ર વિસ્તારને બાનમાં લીધું છે, કોઈ કારણોસર બે પરિવારો વચ્ચે બોલાચાલી થતા બન્ને પરિવારના લોકો વચ્ચે મારામારી સર્જાઈ છે હાલ મામલો પોલીસમાં પોહચ્યો છે. સિહોરના મકાતનાઢાળ વિસ્તારમાં ગઇકાલે રાત્રીના બાજુ-બાજુમાં રહેતા બે પરિવારો વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી મામલો બીચકયો હતો. લોકોના ટોળા એકઠા થયા હતા. ઘટનાને લઈ દેકારા, પડકારા, હોહા સાથે એટલી હદે મામલો બીચકયો હતો કે અભદ્ર ભાષાઓથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.
જેથી સ્થાનિક લોકોના ભારે રોષની લાગણી જોવા મળી હતી, ગઈકાલે રાત્રીની ઘટનાને લઈ બન્ને પરિવારના મોભી અને આગેવાનો દોડી જઈ મામલાને થાળે પાડી દેવાયો હતો. જોકે ફરી આજે સવારે બન્ને પરિવારના યુવાનો વચ્ચે મારામારી સર્જાય હતી અને નાની મોટી ઇજા પણ થઈ હતી સમગ્ર મામલો પોલીસ સુધી પોહચ્યો છે. સમગ્ર ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી જન્મી છે..
કેટલીક શેરીઓના નાકે રાત દિવસ ટપોરીઓ પડ્યા પાથર્યા રહે છે ; પોલીસ પેટ્રોલીંગની જરૂરિયાત
ગઈકાલે બનેલી ઘટનાને લઈ સમગ્ર વિસ્તાર સમી-સમી ઉઠ્યો છે, ખાસ કરી બહેન દિકરીઓમાં ભારે નારાજગી દેખાઈ રહી છે. ગાળો અને અભદ્ર ભાષાના કારણે વેપારીવર્ગના લોકોમાં રોષ વ્યાપ્યો છે. કેટલાક તત્વોના કારણે આખા વિસ્તારમાં અશાંતિનો માહોલ સર્જાઈ રહ્યો છે. મહિલા અને બહેન દીકરીઓની સલામતીની ચિંતા આ પરિવારોને સતાવી રહી છે ત્યારે મકાતનાઢાળ વિસ્તારની કેટલીક શેરીઓમાં નાકે રાત દિવસ ટપોરીઓ પડ્યા પાથર્યા રહે છે પોલીસ દ્વારા પેટ્રોલીંગ થાય તેવું સ્થાનિક લોકો પણ ઇચ્છી રહ્યા છે