Connect with us

Sihor

સામાન્‍ય પ્રવાહમાં વિદ્યાર્થીઓ ભવિષ્‍યમાં દેશની વિકાસ યાત્રામાં સહભાગી થઇ દેશનું ગૌરવ વધારે : મિલન કુવાડિયા

Published

on

In the future, students in the general stream will take part in the development journey of the country and increase the pride of the country: Milan Kuwadia

બરફવાળા

ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને આર્ટસમાં ઉર્તીણ થયેલ વિદ્યાર્થીઓને ઉજજવળ ભવિષ્યની શુભેચ્છા આપતા કુવાડિયા

ધો. ૧ર સામાન્‍ય પ્રવાહ આર્ટસમાં ઉતીર્ણ પામેલ તમામ વિદ્યાર્થીઓને ઉજજવળ ભવિષ્‍યની શુભેચ્‍છા મિલન કુવાડિયાએ પાઠવી હતી. શંખનાદ સંચાલક અને લોકનેતા મિલન કુવાડિયાએ ધો. ૧ર સામાન્‍ય પ્રવાહ તેમજ આર્ટસના આજે જાહેર થયેલ પરિણામમાં ઉતીર્ણ પામેલ તમામ વિદ્યાર્થીઓને ઉજજવળ ભવિષ્‍યની શુભકામના પાઠવતા જણાવેલ કે, ધો. ૧ર એ કારકીર્દીની દ્રષ્‍ટિએ અતિ મહત્‍વનું વર્ષ છે ત્‍યારે ધો. ૧ર સામાન્‍ય પ્રવાહ તેમજ આર્ટસનું પરિણામ ઓનલાઇન જાહેર કરવામાં આવેલ છે. ત્‍યારે ધો. ૧ર પછી ઘણા કોર્ષ છે જેમાં વિદ્યાર્થી માટે એક સારા ભવિષ્‍યનું નિર્માણ કરી શકે છે.

In the future, students in the general stream will take part in the development journey of the country and increase the pride of the country: Milan Kuwadia

ધો. ૧ર સામાન્‍ય પ્રવાહ તેમજ આર્ટસમાં ઉતીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓ ભવિષ્‍યમાં દેશની વિકાસયાત્રામાં સહભાગી થઇ દેશનું ગૌરવ વધારે તેવી શુભેચ્‍છા આપી હતી. ધો.૧૨ એ કારકીર્દીની દૃષ્ટિએ અતિ મહત્વનું વર્ષ છે ત્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહ તેમજ આર્ટસનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવેલ છે ત્યારે ધો.૧૨ પછી ઘણા કોર્ષ છે જેમાં વિદ્યાર્થી માટે એક સારા ભવિષ્યનું નિર્માણ કરી શકે છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહ પછી વિદ્યાર્થી એક સારો બીઝનેશમેન, વકીલ, પત્રકાર, ટેક્ષ કન્સલટન્ટ,ચાર્ટડ એકાઉટન્ટ, કંપની સેક્રેટરી બની શકે તેવા અનેક કોર્ષ થાય છે તેમજ આર્ટસ પછી અંગ્રેજી, અર્થશાસ્ત્ર તેમજ મનોવિજ્ઞાન જેવા વિષયો હંમેશા માંગ રહે છે ત્યારે કોઈપણ વિદ્યાર્થી તેની રૂચિ પ્રમાણે કોર્ષ પસંદ કરીને પોતાની કારકીર્દી આગળ કંડારી શકે છે. ત્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહ તેમજ આર્ટસમાં ઉર્તીણ થયેલ તમામ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં દેશની વિકાસયાત્રામાં સહભાગી થઈ દેશનું ગૌરવ વધારે તેવી શુભેચ્છા પાઠવી હતી

Advertisement
error: Content is protected !!