Connect with us

Sihor

સગીરાની આત્મહત્યાના મામલે સિહોરના મોટાસુરકાના 3શખ્સો વિરૂધ્ધ નોંધાયો ગુનો

Published

on

In the case of minor's suicide, a crime has been registered against 3 people from Motasurka of Sihore

પવાર – બ્રિજેશ

  • સતત પજવણીથી કંટાળી જઈ સગીરાએ પોતાના ઘરે પ્રથમ ઝેરી દવા પી લીધાબાદ ભૂગર્ભ પાણીના ટાંકામાં ઝંપલાવ્યું હતું, સુરતથી પટેલ સમાજના અગ્રણીઓ સુરકા આવ્યા પોલીસ મથકે રજૂઆતો થઈ, મામલો ઉચ્ચકક્ષા સુધી પોહચ્યો

સિહોરના મોટાસુરકા ગામના 3 શખ્સોની સતત પજવણીથી કંટાળી જઈ સિહોર પંથકની એક સગીરાએ ગઈ તા. ૯મીના રોજ ઝેરી દવા પીધા બાદમાં પોતાના ઘરમાં આવેલા પાણીના ભૂગર્ભ ટાંકામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી આ બનાવ અંગે પોલીસે જેતે સમયે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો, દરમ્યાનમાં શખ્સોના ત્રાસથી આત્મહત્યા કરી લેનાર સગીરાના સમાજના આગેવાનો સિહોર ખાતે દોડી આવીને સખત કાર્યવાહીની માંગ કરી હતી જે પગલે મોટાસુરકાના ૩ શખ્સો વિરૂધ્ધ આખરે ગુનો નોંધાયો હતો

In the case of minor's suicide, a crime has been registered against 3 people from Motasurka of Sihore

પ્રાપ્ત વિગતો મુજબ સિહોર પંથકની એક સગીરાએ ગઈ તારીખ ૯-૧૨ના રોજ ઝેરી દવા પી લીધા બાદ પોતાના ઘરમાં આવેલા પાણીના ભૂગર્ભ ટાંકામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી આ અંગે જેતે સમયે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો દરમ્યાનમાં મૃતક સગીરાના સમાજના અગ્રણીઓ સગીરાની આત્મહત્યા પાછળ સિહોરના મોટાસુરકા ગામના જવાબદાર હોવાની રજુઆત કરી શખ્સો સામે ગુનો દાખલ કરવા રજુઆત કરવામાં આવ્યાના પગલે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી આખરે સિહોર પોલીસમાં વિપુલ જોટાણા, હર્ષિલ જોટાણા અને મહેશ જોટાણા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવાતા પોલીસે ૩૦૬ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી ત્રણેયની ધરપકડ કરવા તજવિજ હાથ ધરી હતી.

In the case of minor's suicide, a crime has been registered against 3 people from Motasurka of Sihore

સગીરાની આત્મહત્યાના ઘેરા પડઘા : સુરતથી સ્પેશલ બસ દ્વારા સમાજના લોકો દોડી આવ્યા

ગઈ તારીખ ૯મીના રોજ સગીરાએ આત્મહત્યા કરીલીધાની ઘટનાના તેના સમાજમાં ઘેરા પડઘા પડ્યા હતા અને સમાજના કેટલાક અગ્રણીઓ ની આગેવાની નીચે ગઈકાલે સુરતથી સ્પેશલ બસ દ્વારા સમાજના લોકો મોટી સંખ્યામાં સિહોર દોડી આવ્યા હતા. અને સમગ્ર ઘટનાનાની તથસ્ટ તપાસ કરી જવાબદાર શખ્સો સામે સખ્ત કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!