Connect with us

Sihor

કડકડતી ઠંડીમાં તસ્કરોને રેઢું પડ ; સિહોરના આંબલા ગામે ડિસ્ટ્રીક બેંકમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ

Published

on

in-the-bitter-cold-the-smugglers-lay-down-a-failed-robbery-attempt-at-district-bank-in-ambala-village-of-sihore

પવાર

  • તસ્કરો ભારે અઘરા, બેંકની પાછળના ભાગેથી તસ્કરોએ બકોરૂ પાડ્યું, બેંકમાં પ્રવેશી તિજોરી તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો, અજાણ્યા ઈસમો સામે સોનગઢ પોલીસમાં ફરિયાદ

એક તરફ કડકડતી ઠંડી છે અને બીજી તરફ તસ્કરોને મોકળુ મેદાન છે. જિલ્લામાં ચોરીના બનાવો વધી રહ્યા છે, સિહોરના આંબલા ગામે આવેલ ભાવનગર ડિસ્ટ્રીકટ બેંકની શાખામાં ચોરીનો પ્રયાસ થતા ભારે ચકચાર મચી જવા પામી છે.

in-the-bitter-cold-the-smugglers-lay-down-a-failed-robbery-attempt-at-district-bank-in-ambala-village-of-sihore

બનાવને લઈ પોલીસ ફરિયાદની તજવીજ શરૂ થઈ છે અને તપાસનો ધમધમાટ પોલીસે શરૂ કર્યો છે. ભાવનગર ડિસ્ટ્રીકટ બેંક આંબલા શાખાના મેનેજર સહદેવસોહ ગોહિલે સોનગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત રાત્રીના ૧/૩૦ વાગ્યા આસપાસ સમયે કોઈ અજાણ્યા ચોર ઇસમે આંબલા ગામે આવેલ ભાવનગર ડિસ્ટ્રીકટ કો બેંકની આંબલા શાખામાં બેંકની પાછળની દીવાલ તોડી દીવાલમાં બખોરૂ પાડી બેંકની અંદર પ્રવેશ કરી બેંકની તિજોરી તોડવાની કોશિશ કરી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યાની સોનગઢ પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસનો દોર શરૂ થયો છે પોલીસે સમગ્ર ઘટનાની તપાસ આદરી દીધી છે.

in-the-bitter-cold-the-smugglers-lay-down-a-failed-robbery-attempt-at-district-bank-in-ambala-village-of-sihore

બનાવને લઈ સોનગઢ પોલીસ અધિકારી અને સ્ટાફ આંબલા ગામે દોડી ગયા હતા

Continue Reading
Advertisement
error: Content is protected !!