Sihor
સિહોરના મકાતના ઢાળ સહિત કેટલાક વિસ્તારોમાં 2-2દિવસ સુધી ટેમ્પલ બેલ આવતા નથી

પવાર
- સ્વચ્છતાની મોટી મોટી વાતો વચ્ચે ટેમ્પલ બેલના ધાંધીયા, ટેમ્પલ બેલ અનિયમીત આવતા લોકોની પરેશાની વધી
સિહોર નગરપાલિકા દ્વારા સ્વચ્છતાની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ કેટલાક વિસ્તારમાં ટેમ્પલ બેલના ધાંધીયા જોવા મળી રહ્યા છે, જેના પગલે જયાં ત્યાં ગંદકી થતી હોય છે. ટેમ્પલ અનિયમીત આવતા લોકોની પરેશાની વધી છે ત્યારે તત્કાલ યોગ્ય પગલા લેવા માંગ ઉઠી છે. શહેરના મકાતનાઢાળ સહિતના વિવિધ વિસ્તારોમાં ટેમ્પલ બેલ ખુબ જ અનિયમીત છે અને અમુક સ્થળોએ તો બે-બે દિવસ સુધી ટેમ્પલ બેલ આવતા જ નથી
જેના કારણે વિસ્તારનાં લોકો દ્વારા જયાં ત્યાં કચરો ફેંકી ગંદકી કરવામાં આવે છે. કેટલાક ટેમ્પલ બેલમાં કચરો વધુ ભરી નાંખવામાં આવતો હોવાથી અમુક કચરો રોડ ઉપર ઉડયા કરે છે અને જયાં ત્યાં ગંદકી થાય છે, વિસ્તારના રહેવાસીઓ નિયમીત વેરો ભરતા હોવા છતા આ પ્રકારની બેદરકારી નજર અંદાજ કરી શકાય નહી.આ સમગ્ર બાબતે સ્થાનીક રહીશો દ્વારા વારંવાર ફરીયાદો આવે છે, આ બાબતે તત્કાલ યોગ્ય પગલા લેવાય તેવી માંગણી સ્થાનિકો કરી રહ્યા છે.