Sihor
સિહોરમાં શાકભાજીના ભાવોમાં ભડકો, ટમેટા-મરચા ૧૦૦ ને પાર પહોંચી જતા ગૃહિણીઓ દેકારો બોલી ગયો
દેવરાજ
- શાકભાજીના ભાવોમાં વધારાથી ગૃહિણીનું બજેટ ખોરવાયું અસહ્ય ભાવવધારાથી ઘરાકી ઘટી જતા વેપારીઓ પણ પરેશાન.
તાજેતરમાં આવેલા વાવાઝોડાને પગલે અનેક સ્થળોએ શાકભાજીના પાકને નુકશાન થયું હોય અને માર્કેટમાં વિવિધ શાકભાજીની સપ્લાય ઘટી જતા ભાવોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે જેમાં ટમેટા અને મરચા સહિતના શાકભાજીના ભાવો ૧૦૦ ને પાર પહોંચી જતા ગૃહિણીઓ હેરાન પરેશાન જોવા મળે છે. સિહોરની શાકમાર્કેટમાં ટમેટા, મરચા, કોબીચ, બટેકા સહિતના શાકભાજીના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે ટમેટા અને મરચાના ભાવો ૧૦૦ રૂપિયાને પાર પહોંચી ગયા છે પ્રતિદિન ઉપયોગમાં લેવાતા ટમેટા અને મરચા ઉપરાંત અન્ય લીલા શાકભાજીના ભાવોમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે અને પોતાના બજેટમાં જરૂરી શાકભાજી સહિતનો સામાન આવતો ના હોવાથી ગૃહિણીઓમાં રોષ જોવા મળી રહ્યો છે
જે ભાવવધારા મામલે શાકભાજીના વેપારી જણાવે છે કે ભાવો ડબલ થઇ ગયા છે ટમેટા અગાઉ ૫૦ થી ૬૦ ના મળતા હતા તેના ભાવ હાલ ૧૦૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે તો મરચા પણ ૧૦૦ થી ૧૨૫ રૂપિયાના ભાવે વેચાઈ રહયા છે તે ઉપરાંત કોબીચ, રીંગણ સહિતના શાકભાજી મોંઘા થયા છે બટેકાના ભાવોમાં પણ ઉછાળો જોવા મળે છે વાવાઝોડા અને વરસાદને પગલે થયેલ નુકશાનીને પગલે હાલ ભાવ વધારો જોવા મળે છે જે હજુ થોડા દિવસો સુધી રહે તેમ લાગી રહ્યું છે તો શાકભાજીની ખરીદી અર્થે આવેલ ગૃહિણીઓએ રોષભેર જણાવ્યું હતું કે તેઓ શાકભાજી લેવા આવ્યા છે પરંતુ કયું શાક લેવું તે સમજાતું નથી દરેક શાકભાજીના ભાવોમાં અસહ્ય વધારો થયો છે ત્યારે પરિવારને શું રાંધીને ખવડાવવું તે સમજાતું નથી મધ્યમવર્ગીય પરિવારોને આટલો ભાવવધારો પોસાય તેમ ના હોવાનું પણ જણાવ્યું હતું.