Connect with us

Sihor

સિહોરમાં મસીનો ત્રાસ વધ્યો, વાહનચાલકો ત્રાહીમામ

Published

on

in-sihore-harassment-of-masi-increased-motorists-went-on-strike

પવાર

  • મસી નામની નાની જીવાતોને લઇને લોકો પરેશાન થયા, લોકો માસ્ક અને ગોગલ્સ પહેરવા મજબુર બન્યા વાહનચાલકની આંખમાં મસી જતી રહેતા અકસ્માતનો ભય

સિહોરમાં ત્રણ-ચાર દિવસથી ગરમીનો પારો ઉંચે ચડવા સાથે મસીનો ઉપદ્રવ વધી ગયો છે. ગઈકાલે સવારથી જ કાળી મસીનું જોરદાર આક્રમણ થતા વાહનચાલકો-રાહદારીઓ ગોગલ્સ-માસ્ક પહેરવા મજબુર થઈને ત્રાહીમામ પોકારી ગયા હોવાનું જાણવા મળે છે. નગરપાલીકા દ્વારા આ અંગે ધુમાડીયું ફેરવવામાં ન આવતા રોષની લાગણી ફેલાવા પામેલ હતી. સિહોરમાં ગરમીનો પારો ઉંચે ચડતા કાળી મસીનો ઉપદ્રવ અસહ્ય બની રહ્યો છે. ગઈકાલે સવારથી હવામાં અસંખ્ય મસીઓ ઉડતી હોવાથી કાળી મસીનું આક્રમણ થયાનું શહેરીજનોએ અનુભવેલ હતુ! વાહનચાલકો-રાહદારીઓ આંખ-મોઢુ ખુલ્લુ રાખી શકતા ન હોવાથી ત્રાહીમામ પોકારી ગયા હતા, અને ગોગલ્સ-માસ્ક પહેરવા મજબુર બનેલ હતા.

in-sihore-harassment-of-masi-increased-motorists-went-on-strike

આ અંગે જાગૃત નાગરીકો દ્વારા નગરપાલીકાના તંત્રવાહકોનું ધ્યાન દોરીને ધુમાડીયું ફેરવવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરાઈ હોવા છતાં નગરપાલીકા દ્વારા કોઈ પગલા લેવામાં ન આવતા રોષની લાગણી ફેલાવા પામેલ હતી. શહેરીજનો કહેતા હતા કે, નગરપાલીકાના અધિકારી-પદાધિકારી અને સદસ્યો ફોર વ્હીલ વાહનમાં કાચ બંધ કરીને નીકળતા હોવાથી તેમને કાળી મસીનો અસહ્ય ઉપદ્રવ સહન કરવો પડતો નથી… તેથી ધુમાડીયુ ફેરવવા બાબતે નિષ્ક્રિયતા દાખવવામાં આવતી હોય તેવું લાગી રહ્યુ છે. એટલુ જ નહી કોઈ મોટા નેતાઓના આગમન વખતે યુધ્ધના ધોરણે કામ કરતુ નગરપાલીકાનું તંત્ર સામાન્ય જનતા માટે કામ કરવાનું હોય ત્યારે ઉપેક્ષીત વર્તન દાખવતુ હોવાનું પણ શહેરીજનો અનુભવી રહ્યા છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!