Sihor
સિહોર શહેરમાં આપના કાર્યકરે પોતાની દુકાને પોસ્ટરો લગાવી ગેરંટી કાર્ડનું વિતરણ કર્યું
સત્તામાં આવશે તો કેવા કામો કરવામાં આવશે તે બાબતની ગેરંટી આમ આદમી પાર્ટી આપી રહી છે. આ રાજકીય ઇતિહાસમાં પહેલીવાર થઈ રહ્યું છે તેથી જનતા ચૂંટણી માટે ઉત્સુક છે : હાર્દિક દોમડિયા
આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત ભરમાં કેજરીવાલ દ્વારા આપવામાં આવેલી ગેરંટીઓની માહિતી દર્શાવતા કાર્ડનું રજીસ્ટ્રેશન કરીને વિતરણ કરવામાં આવી રહ્યું છે અને એક પ્રકારનું મતદારો સુધી પહોંચવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આજે સિહોરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરે પોતાની દુકાને પોસ્ટર લગાવી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. મતદારોને સ્થળ ઉપર બોલાવી મોબાઈલ દ્વારા મિસ્ડ કૉલ કરાવી અને રજીસ્ટ્રેશન કર્યા બાદ મતદારને વિવિધ પ્રકારના જેવા કે ૩૦૦ યુનિટ સુધી વિજળી મફત, અઢાર વર્ષથી ઉપરની બહેનોને મહિને એક હજાર રૂપિયા સ્ત્રી સન્માન રાશી તથા શિક્ષિત બેરોજગારોને રોજગારી ભથ્થું આપવા જેવા ગેરંટી આપતા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યા.
અગાઉ ગેરંટી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે હવે ગેરંટી કાર્ડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને મતદારોનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવી રહ્યું છે.હાર્દિકે દોમડીયાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિધાનસભાના તમામ ગામોમાં અને તમામ ઘરો સુધી પહોંચવાનું અમારું લક્ષ્ય છે. તમામ લોકોને જણાવીશું કે રાજકીય ઇતિહાસમાં પહેલીવાર કોઈ પાર્ટી સત્તામાં આવ્યા બાદ કેવા કામો કરશે તે બાબતે અગાઉથી જ જનતાને જુઠ્ઠા વાયદા, વચન નહીં પરંતુ ગેરંટી આપી રહી છે અને તે પણ પત્રિકા અને કાર્ડ દ્વારા ત્યારે જનતાનો ભરોસો આમ આદમી પાર્ટી ઉપર વધ્યો છે. લોકોને આ ચૂંટણી એક અલગ અંદાજમાં દેખાય રહી છે. પહેલીવાર કોઈ રાજકીય પાર્ટી આટલા ભરોસાથી અને આત્મવિશ્વાસથી સામાન્ય લોકોના આર્થિક જીવન ધોરણ ઉંચુ લાવવા માટેની વાત કરતી દેખાય છે ત્યારે જનતા પણ ઉત્સાહ થી આવકાર આપી રહી છે અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા ઉત્સુક બની છે