Connect with us

Sihor

સિહોરના સણોસરા ગામે સાવકા પિતાએ પુત્રનું ઢીમ ઢાળી દીધું : પંથકમાં ચકચાર

Published

on

In Sanosara village of Sihore, step-father killed his son: Confusion in Panthak

પવાર

કામધંધા બાબતે થયેલા ઝઘડામાં ઉશ્કેરાઈ જઈ પુત્રના માથામાં લાકડાના ધોકાના ઘા ઝીંકી દીધા ; કિશનનું સારવાર દરમિયાન મોત

સિહોરના સણોસરા ગામે કામધંધા બાબતે સાવકા પિતા અને પુત્ર વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા પિતાએ ઉશકેરાઈ જઈ પુત્રના માથામાં લાકડાના ધોકાના ઘા ઝીંકી દેતા પુત્રનું સારવાર દરમ્યાનમોત નીપજ્યું હતું. સણોસરા ગામે રહેતા કિશનભાઈ બાબુભાઇ હાવળીયા નામના યુવાનને તેના સાવકા પિતા મનસુખ ખોડાભાઈ હાવળીયા વચ્ચે કામધંધા બાબતે બોલાચાલી થઈ હતી.

In Sanosara village of Sihore, step-father killed his son: Confusion in Panthak

જેમાં વાત વધી પડતા બન્ને વચ્ચે ઝઘડો થતા મનસુખ ખોડાભાઈએ ઉશકેરાઈ જઈ લાકડાના ધોકાના ઘા કિશનભાઈને માથામાં ઝીંકી દેતા કિશનભાઈને ગંભીર હાલતે સારવાર માટે ભાવનગર ખસેડાતા તેનું મોત નીપજ્યું હતું. આ અંગે અજયભાઈ માસુખભાઈ હાવળીયાએ પોતાના પિતા મનસુખ ખોડાભાઈ હાવળીયા વિરૂધ્ધ સોનગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. ઘટનાના પગલે સણોસરા ગામે ભારે ચકચાર મચી છે

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!