Sihor
સિહોરના ગણેશનગર વિસ્તારમાં પાણીનો પોકાર : મહિલાઓએ છાજિયા લીધા

પવાર
- મહિલાઓ રણચંડી બની, જવાબદારો સામે સૂત્રચાર કર્યા, આવતા દિવસોમાં પાણીની સ્થિતિ વધુ બગડે તેવા એંધાણ
કાળઝાળ ગરમી શરૂ ગઇ છે. અને જેમ-જેમ દિવસો પસાર થતાં જાય છે તેમ-તેમ તાપમાનનો પારો વધતો જાય છે. સિહોરમાં હાલમાં પાણીની સમસ્યા એટલી વકરતી જાય છે કે ન પૂછો વાત ! અને નગરજનો પાણી પ્રશ્ને ત્રાહીમામ પોકારી રહ્યા છે જયારે બીજી તરફ તંત્ર ચૂપચાપ બધું જોયા કરે છે.
આ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ સિહોરવાસીઓના પ્રાણ પ્રશ્ન પાણી માટે સક્રિય થાય તેવું સિહોરવાસીઓ ઇચ્છી રહ્યા છે. સિહોરના અનેક વિસ્તારોમાં દસ થી બાર દિવસો થયા છતાં સિહોરના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ થતું નથી. પાણીની ભયંકર વિસંગતતા નગરજનોને સમજાતી નથી. ગણેશનગરમક રહેતી મહિલાઓ પાણી માટે કોર્પોરેટર તેમજ પ્રમુખની વિરુધમાં સૂત્રોચ્ચાર કરી છાજિયાં લીધા હતાં.
આમ હજી ઉનાળાની જેવીતેવી શરૂઆત છે ત્યાંજ સિહોર શહેરમાં પીવાના પાણીની મોકાણ શરૂ થઇ ગઇ છે. પાણીના અભાવે મહિલાઓમાં જનાક્રોશ સાતમા આસમાને છે. બધા લોકો પાસે તો આઠ, દસ, બાર દિવસ પાણી ચાલે એટલા પાણીના સ્ટોકના સાધનો હોતા નથી. અને પાણી વગર આબાલવૃધ્ધ સૌ કોઇ મહાહાડમારી ભોગવી રહ્યા છે.