Connect with us

Bhavnagar

ભાવનગરના લોક સંવાદમાં આઇજીને લોકોએ કરી વ્યાજખોરોના ત્રાસ મામલે ફરિયાદ.

Published

on

in-bhavnagars-lok-sabha-people-complained-to-the-ig-about-the-torture-of-usurers

બરફવાળા

વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા લોક સંવાદનું આયોજન, આઈજી ગૌતમ પરમારે પોલીસ તાલીમ ભવન ખાતે યોજ્યો લોક સંવાદ, અનેક લોકોએ ઊંચા વ્યાજે રૂ.લીધા બાદ ની વ્યથા અને ત્રાસદી અંગે કરી રજુઆત, પોલીસ કર્મીઓ સહિત અનેક લોકો ઊંચા વ્યાજે લોકોને નાણા આપી પઠાણી ઉઘરાણી કરતા હોવાનું સામે આવ્યું

ભાવનગર પોલીસે લોકોને વ્યાજખોરોના ત્રાંસ માથી મુક્તિ અપાવવા લોક સંવાદ નું આયોજન કર્યું હતું. શહેરના પોલીસ હેડ ક્વાર્ટરમાં આવેલા પોલીસ તાલીમ ભવન ખાતે રેન્જ આઇજી ગૌતમ પરમારની અધ્યક્ષતામાં યોજાયેલા લોક સંવાદ કાર્યક્રમમાં લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પઠાણી ઉઘરાણી કરતા તત્વો અંગે ફરિયાદ કરતા આઇજી એ યોગ્ય કાર્યવાહી કરવા બાંહેધરી આપી હતી. સામાન્ય અને મધ્યમવર્ગીય લોકો જરૂરિયાતના સમયે વ્યાજખોરોના ચક્કરમાં ફસાઈને ઊંચા વ્યાજે પૈસા લેતા હોય છે, પરંતુ ઊંચા વ્યાજને ચૂકવવામાં આવક પૂરી નહિ પડતાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી સહન કરવાનો વારો આવે છે અને આવા સમયે લોકો હિંમત ખોઈ બેસે છે અને અઘટિત પગલું પણ ભરી લેતા હોય પાછળથી પરિવારને ભોગવવાનો વારો આવે છે, આવા લોકોને વ્યાજખોરોની પાશવી ચુંગાલ માથી મુક્ત કરાવવા સરકાર કટિબદ્ધ બની છે

in-bhavnagars-lok-sabha-people-complained-to-the-ig-about-the-torture-of-usurers

ત્યારે રાજ્યના ગૃહ વિભાગના આદેશ અનુસાર પોલીસ હવે મક્કમ બની છે અને ભાવનગરના નાગરિકોને વ્યાજખોરોના ત્રાસ માથી મુક્તિ અપાવવા ભાવનગર રેન્જ આઇજીએ લોક સંવાદનું આયોજન કર્યું હતું. લોક સંવાદ કાર્યક્રમમાં વ્યાજખોરો નો ત્રાસ સહન કરી રહેલા અનેક લોકોએ પોતાના પર ગુજારવામાં આવતા જુલમ અંગે રજૂઆત કરી હતી, જેમાં રેન્જ આઈ.જી સમક્ષ રજૂઆત કરતા સમયે એક મહિલા રીતસર રડી પડી હતી, ભાવનગરના એક પોલીસ કોન્સ્ટેબલ પાસેથી 50 હજાર રૂપિયા વ્યાજે લીધા બાદ તે પરિવાર પાસે પઠાણી ઉઘરાણી કરતો હતો, 10 ટકા વ્યાજે લીધેલા રૂપિયા માટે પોલીસ કોન્સ્ટેબલ પરિવારને માનસિક ત્રાસ આપતો હતો.

in-bhavnagars-lok-sabha-people-complained-to-the-ig-about-the-torture-of-usurers

જે પોલીસ કોન્સ્ટેબલ ની પઠાણી ઉઘરાણી મામલે પરિવારએ રેન્જ આઈજીને રજુઆત કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી, જ્યારે અન્ય એક કિસ્સામાં શહેરના શિવાજી સર્કલ પાસે ફરસાણની દુકાન ધરાવતા હિતેશભાઈ દોશી એ વ્યાજખોરો દ્વારા લાખો રૂપિયા ચૂકવી દીધા બાદ પણ પઠાણી ઉઘરાણી કરી પૈસા ઉઘરાવતા હોવાની ફરિયાદ કરી હતી, જેમાં વેપારીનું સિબિલ ખરાબ હોવાથી બેંકમાંથી લોન મેળવવામાં મુશ્કેલી પડતી હોય ઊંચા વ્યાજે 20 લાખ રૂપિયા લીધા હતા, જેમાં 20 લાખ સામે 8 લાખ વ્યાજ સાથે 28 લાખ ચૂકવી દીધા બાદ પણ વધુ પૈસાની ઉઘરાણી કરી રહ્યા હતા, વેપારી મહિને 1 લાખનો હપ્તો અને 70 હજાર વ્યાજ પેટે ચૂકવતો હતો, તેમ છતાં વારંવાર માંગણીથી કંટાળી ગયેલા વેપારીએ આઇજી ને રજૂઆત કરી હતી.

Advertisement
error: Content is protected !!