Bhavnagar
ભાવનગરમાં મહિલા કોન્સ્ટેબલ પરેડમાંથી ઘરે ગઈ, અચાનક હાર્ટ બેસી જતાં થયું મોત, પોલીસ બેડામાં શોક
બરફવાળા
ઝીંદગીની છેલ્લી પરેડ
ભાવનગરમાં મહિલા કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મૃત્યુ, હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મૃત્યુ, પરેડમાંથી ઘરે ગયા બાદ હાર્ટ એટેક આવ્યો હતો
ભાવનગરમાં મહિલા કોન્સ્ટબલનું હાર્ટ એટેકથી મૃત્યું થયું છે. હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મૃત્યું નિપજ્યું છે. મહિલા કોન્સ્ટેબલનું મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો. છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક મહિલા કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે.
મહિલા ભાવનગરમાં હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા. ભાવનગરમાં હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ કવિતા બારૈયાનું હાર્ટ એટેકથી અચાનક જ મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો. પરેડમાંથી ઘરે ગયા બાદ અચાનક જ મહિલાને હાર્ટ એટેક આવતા પરિવારજનો દ્વારા તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા. મહિલા કોન્સ્ટેબલનું અચાનક જ મોત નિપજતા પોલીસ બેડા સહિત પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. નવી બેંચના મહિલા પોલીસ પરેડ બાદ ઘર પર પહોંચ્યા હતા. એ દરમિયાન છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું. હાર્ટ અટેકના કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. 28 વર્ષની ખૂબ જ નાની ઉંમરમાં ભાવનગરના ભાખલપરા ગામના યુવતી કવિતાબેનનું હાર્ટ અટેકના કારણે મોત નિપજતા પોલીસ પરિવારમાં દુઃખની લાગણી પ્રસરી છે.