Bhavnagar
ભાવનગરમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભાજપ પર ભડક્યાં ; ભાજપની હિટલર શાહીની સરકાર, ખોટી રીતે દબાવવીની વૃત્તિ’, ‘ભાજપને હરાવવા ડરશો નહીં લડો’ના નારા સાથે જંગ લડવા આહવાન
બરફવાળા
ભાવનગર શહેરમાં આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના સમર્થન અને આગામી લોકસભાના આયોજનના ભાગરૂપે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં જય ભારત સત્યાગ્રહ સંમેલનનું આયોજન મોતીબાગ ટાઉનહોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. લોકસભામાં ભાજપને હરાવવા ડરો નહીં લડોના નારા સાથે કાર્યકરોને ચૂંટણી જંગ લડવા આહવાન કર્યુ હતું. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, રાજ્યમાં અને દેશમાં વિરોધ કરનાર લોકોને ખોટી રીતે દબાવી દેવાની વૃત્તિ સાથે ભાજપની તાનાશાહી અને હિટલર શાહીની સરકાર ચાલી રહી છે.
ખેડૂતો, દલિતો કે યુવાનો મુદ્દે વિરોધ પ્રદર્શન કરવા કાર્યકરોને મંજૂરી મળતી નથી. વારંવાર સરકારી ભરતીઓમાં પેપર ફોડી યુવાનોના નસીબ ફોડી રહ્યા છે. લોકસભામાં દિલ્હીની ગાદી ખાલી કરવી પડે તેથી ડરો નહીં લડો ના નારા સાથે જંગ લડીશું. આ બેઠકમાં અમિત ચાવડા, ઋત્વિક મકવાણા, સહિત હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગર ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોતીબાગ ટાઉનહોલમાં રાહુલ ગાંધીના સમર્થનમાં તેમજ લોકસભાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જય ભારત સત્યાગ્રહ સંમેલન યોજાયું હતું, જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના પ્રદેશના હોદ્દેદારો દ્વારા કાર્યકરોને આગામી સમયમાં ભાજપ સામે મક્કમતાથી લડવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.