Bhavnagar
ભાવનગરમાં રવીબાપુ નામના શિવભક્ત દ્વારા શિવની સાથે શિવના પરમ ભક્ત રાવણની પણ મૂર્તિ પ્રતિષ્ઠા કરી છે.
કેતન સોની
ભાવનગરમાં એક શિવભક્તે પોતાના ઘરમાં બીલીના ઝાડ માંથી ખાસ શિવલિંગ તૈયાર કરાવી છે ; ૧૦૮ કલાકમાં તૈયાર થયેલી ૧૨ કિલોની શિવલિંગ એક આસ્થાનું પ્રતિક છે, તેઓ રાવણના સદગુણો ને પામવા તેની પણ પૂજા કરી રહ્યા છે, તેઓ પોતાની ખાસ શિવલીંગને વિવિધ શિવાલયોમાં લઇ જઈ ત્યાં પણ તેનું પૂજન કરશે, રવીબાપુ કે જે ઉતરાખંડ, હિમાચલ પ્રદેશ, નૈનીતાલ, બદ્રીનાથ, કેદારનાથ, પરીસ્નાન, મધ્યપ્રદેશના જંગલોમાં તપ કરી ચુક્યા છે.
પવિત્ર શ્રાવણમાસનો પ્રારંભ થતા જ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે. એટલે કે શ્રાવણમાસમાં ભક્તિનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. શ્રધ્ધાળુઓ ભોળેનાથને રીઝવવા જળ અને પંચ દ્રવ્ય વડે અભિષેક કરી પૂજન અર્ચન કરી રહ્યા છે તો બિલ્લી પત્ર ચડાવીને પોતાનો ભક્તિ ભાવ જતાવી રહ્યા છે .ત્યારે ભાવનગર શહેરના ટોપથ્રી સર્કલ નજીક રહેતા અને ૧૮ વર્ષથી શિવ આરાધના કરતા રવીબાપુ એ પોતાના જ ઘરમાં બીલીના ઝાડ માંથી એક ખાસ શિવલિંગ તૈયાર કરાવ્યું છે. આ શિવલિંગની પણ વિશિષ્ટતા એ છે કે તેને વધુ પવિત્ર કરવા તેને માળાના ૧૦૮ મણકાની જેમ ૧૦૮ કલાક માં તૈયાર કરી છે એ પણ ૧૨ કિલો વજનની, ૧૨ જ્યોતિર્લીંગને ધ્યાને રાખી આ ૧૨ કિલોના શિવલિંગની પૂજાનો તેમણે પ્રારંભ કર્યો છે. તેમને પોતાના ઘરમાં શિવલિંગની સાથે શિવજીની પ્રતિમા અને શિવના પરમભક્ત એવા દશાનંદ (રાવણ) પણ સ્થાપના કરી છે. રવીબાપુ કે જે ઉતરાખંડ, હિમાચલ પ્રદેશ, નૈનીતાલ, બદ્રીનાથ, કેદારનાથ, પરીસ્નાન, મધ્યપ્રદેશના જંગલોમાં તેમજ સ્વામી વિવેકાનંદની તપોભૂમિમાં વિશિષ્ટ તપ કરી તેઓ હાલ શ્રાવણમાસમાં પોતાના ઘર ભાવનગર ખાતે પહોચી ભુદેવના હસ્તે શિવનું જળ, દૂધ, પંચદ્રવ્ય, તેમેજ બિલ્વપત્ર દ્વારા પૂજન કર્યું હતું. તેમજ ફળ અને મિષ્ટાનનો ભોગ ધરાવ્યો હતો.
તેમજ શંખનાદ સાથે શિવ આરાધના કરી હતી. શ્રદ્ધાભાવથી ભોળેનાથની ભક્તિથી અનેક પ્રકારના કષ્ટો અને પાપ દુર થાય છે. ત્યારે રવીબાપુ શ્રાવણમાસના પ્રથમ સોમવારની પોતાના ઘરે ખાસ પૂજન બાદ પોતાની શિવલિંગને લઇ વિવિધ શિવમંદિરોના દર્શને નીકળશે તેમજ ત્યાં શિવાલયમાં પોતાની શિવલિંગનું પૂજન અર્ચન કરશે.રવીબાપુએ પોતાના ઘરે સ્થાપના કરેલી શિવલિંગ અને નાગદેવતાના દર્શન કરવા એ પણ એક લહાવો છે. ત્યારે આ પૂજાની વિશિષ્ટતા એ પણ છે કે તેમને શિવની સાથે પોતાના ઘરમાં રાવણની મૂર્તિની સ્થાપના કરી છે. શિવના સૌથી મોટા ભક્ત એવા રાવણ કે ગુણો નો ભંડાર છે. જો કે તેના અવગુણો નહિ પણ સદગુણો ને પામવા રવીબાપુએ રાવણની પણ પોતાના ઘરે સ્થાપના કરી છે તેમજ ખાસ તેની પણ પૂજા તેઓ કરી રહ્યા છે. રાવણના દસ માથાનો અર્થ સ્પષ્ટ છે ૧૦ બુરાઈઓથી બચવાનું, જેમાં વાસના, ક્રોધ, લોભ, આસક્તિ, અભિમાન, ઈર્ષ્યા, મનનો અહંકાર, જ્ઞાનનો અહંકાર જેવી બાબતોનો સમાવેશ થાય છે. “શ્રી લંકેશ રાવણ સહિતા” જેવી અનેક પુસ્તકોના શ્લોક સાથે તેઓ રાવણ પૂજા પણ કરી રહ્યા છે. કદાચ ગુજરાતમાં કોઈએ પોતાના ઘરે રાવણની પ્રતિષ્ઠા કરી હોય તેવો આ પ્રથમ કિસ્સો હશે,જેમાં આ મહાન શિવભક્તના રહેલા સદગુણોને પામવાનો તેઓ પ્રયાસ કરી રહ્યા છે.તેમણે પોતાના ઘરમાં પથ્થરના ખાસ આસન પણ તૈયાર કર્યા છે જેના પણ બેસી તેઓ આરાધના કરે છે.આમ શ્રાવણમાસમાં એક અનોખી શિવ આરાધના ભાવનગરના એક શિવભક્ત દ્વારા કરવામાં આવી રહી છે.