Bhavnagar
ભાવનગર જિલ્લાની 134 શાળામાં શિક્ષકો થાળી વગાડી વિરોધ કરશે
પવાર
ગ્રાન્ટેડ શાળાના પડતર પ્રશ્નોને લઈ સાતમા તબક્કામાં રામધુનનો કાર્યક્રમ આપ્યા બાદ નિર્ણય નહીં લેવાતા આંદોલન આગળ ચાલ્યુ
ગ્રાન્ટેડ શાળાઓના વિવિધ પડતર પ્રશ્નો અંગે સમાધાનકારી હલચલ બાદ નિરાકરણ આવતુ નથી જેને લઈ તબક્કાવાર વિરોધ કાર્યક્રમો અપાય છે. જેમાં આઠમા તબક્કામાં શિક્ષકો હવે તા. ૧૧ના રોજ થાળી વગાડી તંત્રના બહેરા કાને અવાજ પહોંચાડશે. ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા ગુજરાતભરના શિક્ષણના હિતમાં પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઘડેલા આંદોલનકારી કાર્યક્રમ રામધુનના સાતમા તબક્કા બાદ આઠમા તબક્કાનો કાર્યક્રમ આગામી તા. ૧૧-૯ સોમવારનાં રોજ ભાવનગરની તમામ ગ્રાન્ટેડ ૧૩૪ શાળાઓમાં શાળા છુટતા સમયે ૧૫ મિનિટ શાળાના બેનર અને નિયત કરેલા કાર્ડ સાથે થાળી વગાડીને જન જાગૃતિનો કાર્યક્રમ કરવાનું નક્કી કરેલ છે.
આઠમા તબક્કાના થાળી વગાડવાના આ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જીલ્લાની તમામ ગ્રાન્ટેડ સાળાઓના સંચાલકો, આચાર્યો, શિક્ષકો, કલાર્ક અને સેવક ભાઈ બહેનો સહિત ૧૦૦ ટકા સૌની હાજરીમાં ફરજિયાત પણે શાળા છુટવાના સમયે શાળાનું બેનર અને નિયત પ્લે કાર્ડ દર્શિત કરી ૧૫ મિનિટ સુધી થાળી વગાડી જન જાગૃતિ લાવવા ભાવનગર શહેર શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આગ્રહભેર આદેશ કરવામાં આવે છે. જેના પગલે ભાવનગર જિલ્લાની ૧૩૪ ગ્રાન્ટેડ સાળામાં થાળી વગાડી વિરોધ કરાશે.