Sihor
જીવનમાં સત્સંગ હોય તો મનનું આરોગ્ય સચવાઇ રહે ; સીતારામબાપુ

પવાર
ગોપાલ આશ્રમ દેવગાણામાં ભાગવત કથામાં દ્રષ્ટાંતો સાથે વહેતી જ્ઞાનગંગા
ગોપાલ આશ્રમ દેવગણા ખાતે ચાલી રહેલી ભાગવત કથામાં વ્યાસપીઠેથી પૂ. સંત સીતારામ બાપુએ ભાગવત મહાત્મય સાથે નિષ્કામ ભક્તિથી જીવન કેમ સફળ કરી શકાય તેવી વાત કપિલ જન્મોત્સવની આરતી સાથે કરી હતી.
ભાગવત કથા દરમિયાન પૂ.બાપુએ ગોપાલ આશ્રમના સ્થાપક પૂજ્ય સંત પુરુષોત્તમદાસ બાપુના ભજન અને તપ વિશે વાત કરતા સંતને સંત પણા નથી મફતમાં મળતા એ મુજબ અષ્ટાવક્ર ઋષિ જેવા આ યોગીસંતે સાધુથી શ્રી મહંત થવા સુધીની સફર કેવી રીતે પોતાની અપંગતાને ઓળંગીને કરી તે સુંદર વાત શ્રોતાઓને ભાવ સભર રીતે જણાવી હતી. માનવ માત્રનું કલ્યાણ થાય તે માટે સત્સંગ જરૂરી અને જેનું મૃત્યુ નજીક હોય તેના માટે પ્રભુ સ્મરણ એથી એ વધુ જરૂરી એ બાબત શ્રોતાઓને જીવનભર યાદ રાખવા જણાવેલ.
કથા દરમિયાન પુરુષોત્તમદાસ બાપુ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની વિવેકાનંદ શાળા દિહોરના વિદ્યાર્થીઓ તેમજ ટીમાણાના સેવા મંડળે સેવા બજાવી હતી. પૂ.બાપુએ કથામાં જણાવ્યું હતું કે, હાથ ન પકડી શકીએ તો કાંઈ નહિં પણ ધક્કો ન મારીએ ‘ફુલ ન ખીલવી શકીએ તો કાંઈ નહીં પણ કાંટા વેરશો નહીં. તેમજ શરીરના આરોગ્ય માટે સારો ખોરાક જરૂરી છે તેમ મનના આરોગ્ય માટે સત્સંગની જરૂરીયાત જણાવી હતી. કોઈનું આંચકી ન લઈએ તે મોટું દાન છે, માનવ દેહ મળ્યો છે તો ચિંતન પણ માનવીય હોવું જાેઈએ.