Sihor
સિહોરમાં યુવક યુવતીઓ ફોટો ભૂલી ગયા તો પોલીસ અને પત્રકારે સ્થળ પર ઉમેદવારને ફોટો મળે તેવી વ્યવસ્થા કરી

પવાર – દેવરાજ
પત્રકાર કાર્યકર હરીશ પવારની કામગીરી ઉચ્ચ અધિકારીઓએ બિરદાવી, હરીશ પવારે માનવીય અભિગમ દાખવી પોલીસના સંકલનમાં રહી પરિક્ષાર્થી વિદ્યાર્થીઓને મદદ કરી
સિહોરના અલગ અલગ કેન્દ્રમાં તલાટીની લેખીત પરીક્ષા લેવામાં આવી હતી, પરીક્ષામાં પોલીસ અને પત્રકારની માનવીય અભિગમની ઘટનાઓ સામે આવી હતી. કેન્દ્ર ભૂલેલા અનેક વિદ્યાર્થીઓને પોલીસે કેન્દ્રમાં સમયસર પહોંચાડીયા હતા આ સિવાય એક યુવતિ પાસે કલર ફોટોગ્રાફ ન હોવાથી પોલીસે તાત્કાલિક તેણીને ફોટો પડાવવાની વ્યવસ્થા પણ કરી આપી હતી.
સિહોર ના પત્રકાર સામાજીક કાર્યકર હરીશભાઈ પવાર દ્વારા પોલીસના સંકલનથી પરીક્ષા કેન્દ્રમાં અન્ય જિલ્લામાંથી પરીક્ષા આપવામાં આવેલ ત્યારે ભૂલ થી અગત્યના ડોક્યુમેન્ટમાં ખાસ આધારકાર્ડ, પાસપોર્ટ ફોટો સહિત મહત્વના ડોક્યુમેન્ટ ભુલાઈ જવાથી પરીક્ષા આપવા મુશ્કેલી ન અનુભવાય તે માટે હરીશ પવાર દ્વારા કોઇપણ ચાર્જ વગર ડોક્યુમેન્ટ પ્રિન્ટ આધારકાર્ડ ,ફોટાઓ તત્કાલ કાઢી તેઓને રૂબરૂ પરીક્ષા કેન્દ્ર સુધી પોચાડ્યા હતા હરીશ પવારની આ કામગીરી સેવાયજ્ઞ ઉચ્ચ અધિકારીઓ બિરદાવ્યો હતો તલાટીની પરીક્ષામાં હોલ ટિકિટમાં કલર ફોટો ફરજિયાત હોય છે. પરંતુ એક મહિલા ઉમેદવારની હોલ ટિકિટમાં ઝેરોક્ષ વાળો ફોટો હોવાથી પરીક્ષા કેન્દ્રમાં એન્ટ્રીમાં મુશ્કેલી પડે તેમ હતી. બરાબર આ સમયે પત્રકાર અને પોલીસ મદદે આવી હતી. ઉમેદવારોએ પત્રકાર અને પોલીસ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. કડકાઈની સાથે પોલીસનો માનવીય અભિગમ પણ જોવા મળ્યો હતો.