Connect with us

Gujarat

સરકાર અમારા લાયક કોઈપણ કામ હોય તો જણાવશો : શક્તિસિંહ ગોહિલ

Published

on

If the government has any work worthy of us, let us know: Shaktisinh Gohil

કુવાડિયા

કોંગ્રેસ કુદરતી આકૃતમાં ભેદભાવ વગર સહયોગ કરશે – અધિકારીઓને બિન જરૂરી બેઠકમાં વ્યસ્ત ન રાખવા અપીલ, વાવાઝોડાના કારણે મજૂરોને રોકડ સહાય ચૂકવવાની માંગ, જરૂરી સામગ્રીની કીટ, પશુઓ માટે ઘાસ પહોંચાડવા શક્તિસિંહ ગોહિલ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

ગુજરાતના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં કોંગ્રેસ કુદરતી આફતમાં ભેદભાવ વગર સહયોગ કરશે. તથા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે કે અમારા લાયક કોઈપણ કામ હોય તો જણાવશો. તથા અધિકારીઓને બિન જરુરી બેઠકમાં વ્યસ્ત ન રાખવા અપીલ કરવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા વાવાઝોડાના સંદર્ભે મુખ્યમંત્રીને પત્ર લખીને લોકોને ન્યાય આપવા માંગણી કરી છે. કુદરતી આપત્તિમાં સહયોગની ખાતરી સાથે તેમણે જણાવ્યું છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ મુજબ રોજેરોજનું કમાઈ રોજે રોજનું ખાનાર વ્યક્તિઓની ચિંતા કરીને તેમને રોકડ સહાય ચૂકવવામાં આવે. તેમજ સંભવિત અસર પામનાર ગામોમાં જનરેટર ગોઠવી આપવામાં આવે,જેથી કરીને લોકોને અગવડતા ન પડે. વન વિભાગના ગોડાઉનમાં ખૂબ જ ખાસ ઉપલબ્ધ છે, એ ઘાસ સંભવિત અસરગ્રસ્ત ગામોના પશુઓને મોકલી આપવામાં આવશે તો રાહત રહેશે. ગ્રામ પંચાયતોને પણ સેટેલાઈટ ફોન આપવો જરૂરી છે. લોટ, કઠોળ, ભાત તથા જીવન જરૂરી સામગ્રીની કીટ પહોંચાડવા સહિતની રજૂઆત કરવામાં આવી છે.

If the government has any work worthy of us, let us know: Shaktisinh Gohil

જખૌ પોર્ટ પર વાવાઝોડાના લેન્ડફોલની પ્રબળ શક્યતા

બિપોરજોય વાવાઝોડાને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં જખૌ પોર્ટ પર વાવાઝોડાના લેન્ડફોલની પ્રબળ શક્યતા છે. તેમજ બિપોરજોય વાવાઝોડાથી નુકસાનની ભીતી છે. તેથી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીને પત્ર લખી કુદરતી આફતમાં ભેદભાવ વગર સરકારી તંત્રને સહયોગ કોંગ્રેસ કરશે તેવું જણાવ્યું છે. જેમાં પત્રમાં અમારા લાયક કાઈ પણ કામ હોય તો જાણવાશો તેમ પણ લખવામાં આવ્યું છે.

Advertisement

ગોહિલે લોકો તરફથી મળતા અભિપ્રાય સીએમને મોકલ્યા

પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે લોકો તરફથી મળતા અભિપ્રાય સીએમને મોકલ્યા છે. તાત્કાલિક કેશ ડોલ્સ ચુકવવા માગણી કરી છે. તથા ગામોમા જનરેટર ગોઠવવા જોઇએ. પશુઓ માટે ઘાસ મોકલી આપવા રજુઆત કરાઇ છે. તેમજ જરૂરી કીટ અનાજ મોકલાવું જોઈએ. તથા અધિકારીઓને બિન જરૂરી વીડિયો કોન્ફરન્સ અને મીટીંગમા ન રાખવા અપીલ કોંગ્રેસ દ્વારા સરકારને કરવામાં આવી છે.

error: Content is protected !!