Sihor
સિહોર અને વરતેજ વિસ્તારોમાં પાર્ક કરાયેલા ટ્રકમાંથી બેટરી ચોરી કરતો ગઢડાનો હુસેન કુરેશી ઝડપાયો

પવાર
- સિહોર પોલીસે 10 બેટરી રીક્ષા મળી કુલ રૂપિયા 70,000 નો મુદ્દામાલ કબજે લીધો, સિહોર અને વરતેજ વિસ્તારોમાં પાંચ અલગ અલગ જગ્યાઓ પર ટ્રકની બેટરીઓ હુસેને ચોરી હતી
સિહોર અને વરતેજ આજુબાજુ વિસ્તારોમાં પાર્ક કરાયેલા ટ્રકમાંથી બેટરી ચોરી કરતા શખ્સને સિહોર પોલીસે 10 બેટરીઓના મુદ્દા માલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સિહોર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એચ.જી.ભરવાડ ની સુચના અન્વયે સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી હકિકત આધારે એક રિક્ષા ચાલક પાસે થી રિક્ષામા અલગ અલગ કંપનીની ટ્રક વાહનની બેટરી નંગ ૧૦ તથા રિક્ષા મળી કુલ રૂા ૭૦૦૦૦ ના મુદામાલ સાથે હુસૈનભાઇ યુનુસભાઇ કુરેશી ને ઝડપી લીધો હતો ઝડપાયેલા શખ્સને આગવી ઢબે પૂછપરછ કરતા હુસેન એ સિહોર અને વરતેજ માં પાર્ક કરાયેલા ટ્રકમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી
સિહોર પોલીસે ઝડપાયેલા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધ વધુ તપાસ હાથ ધરી હતી, ઉલ્લેખનીય છે કે હુસેને આજ થી ૨૦ દિવસ પહેલા વરતેજ ગુરૂકૃપા ઢાબા ની પાસે એક બંધ ટ્રક પડેલ હોય જે માંથી બે બેટરીઓ લીધેલ, આજ થી સાત આઠ દિવસ પહેલા ગુરૂવાર ની રાત્રી ના આશરે બે વાગયા આસ પાસ વરતેજ આર.કે હોટલ સામે એક બંધ ટ્રક પડેલ હોય જેમાંથી બે બેટરી ની ચોરી કરેલ હતી, આજ થી સાત આઠ દિવસ પહેલા ગુરૂવાર ની રાત્રી ના આશરે ત્રણેક વાગ્યા આસ પાસ શિહોર અંબર ડેરી પાસે ખુલ્લી જગ્યા મા એક બંધ ટ્રક પડેલ હોય જેમાંથી બે સફેદ કલરની બેટરીની ચોરી કરેલ હતી. આજ થી દોઢ મહિના પહેલા રાત્રીના આશરે બે વાગ્યા આસ પાસ સિહોર બંધન પાર્ટી પ્લોટ પાસે ખુલ્લી જગ્યા મા એક બંધ ટ્રક પડેલ હોય જેમાંથી બે બેટરીની ચોરી કરેલ, સિહોર અંબર ડેરી પાસે ખુલ્લી જગ્યા મા એક બંધ ટ્રક પડેલ હોય જેમાંથી બે બેટરીની ચોરી કરેલ આમ હુસેને પાંચ અલગ અલગ જગ્યાઓ પર બેટરી ચોરી હતી જેની કબૂલાત આપી હતી, સમગ્ર કામગીરીમાં એચ.જી.ભરવાડની સૂચનાથી બી.કે.ગોસ્વામી, એચ.વી.ગોસ્વામી, કિરીટભાઇ સોઠીયા, અજયસિંહ ગોહિલ, ગૌતમભાઇ દવે, દામાભાઇ ગોયલ, સિધ્ધરાજસિંહ સોલંકી, ઘનશ્યામભાઇ હુંબલ, મુકેશભાઇ સામ્બડ વિગેરે જોડાયેલ હતા