Connect with us

Sihor

હાયરે મજબૂરી ; નપાણીયા શાસકોના પાપે ડોળું અને દુષિત પાણી પીવા સિહોરની જનતા મજબુર

Published

on

higher-compulsion-the-people-of-sihore-are-forced-to-drink-dirty-water-due-to-the-sins-of-the-napaniya-rulers

દેવરાજ

  • સિહોરમાં પાણીના પાપે કોઈ બાપ તેમની દીકરી પરણાવવા રાજી નથી ; વિપક્ષનો ટોણો – મૂર્ખ બનાવનાર નેતાઓને પ્રજાએ ઓળખી લીધા છે, સ્થાનિક ચૂંટણીમાં જવાબો મળી જશે ; મુકેશ જાની

સિહોર નગરપાલિકા હદ વિસ્તારમાં છેલ્લા ૨૭ વર્ષથી સિહોરની જનતા પાણીને લઈને ખુબ જ હાડમારી ભોગવી રહી છે. અને પાણીના કકળાટને લઈને કોઈ દિકરીનો બાપ સિહોરમાં તેની દિકરીને પરણાવવા રાજી નથી. ત્યારે ભાજપની નેતાગીરી ચુંટણી આવે ત્યારે ભોળી પ્રજાને હથેળીમાં ચાંદ દેખાડી મતો અંકે કરી સત્તા હાંસીલ કરે છે. છેલ્લા ૨૭ વર્ષમાં ભાવનગર જીલ્લાની ધારાસભાની નવ નવ સીટો જીતાડે છે. એકધારા ભાજપના સાંસદને ૨૭ વર્ષથી ચુંટીને મોકલે છે. ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય કે જેઓ ચૂંટાયા પછી ઈદ કા ચાંદ થઈ જાય છે. તેમના આવા ધારાસભ્યને ખોબલે ખોબલે મતો આપી જંગી લીડથી જીતાડીને ધારાસભામાં મોકલે છે. ૨૭ વર્ષથી સિહોર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને જીતાડી સત્તા સોંપે છે.

higher-compulsion-the-people-of-sihore-are-forced-to-drink-dirty-water-due-to-the-sins-of-the-napaniya-rulers

સરદાર સરોવર યોજના અને મહી પરીએજના નામે કચ્છ, રાજકોટ કે સુરેન્દ્રનગર સુધી પાણી પહોંચાડવા વાળા સિહોરના ગોતમેશ્વર તળાવ સુધી મહી પરીએથી તળાવ ભરી આપવાની યોજના પહોંચાડવામાં નપાણીયા સાબીત થયા છે. અગાઉ સિહોર શહેર કોગ્રેંસ ધ્વારા સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુના અનાવરણ કાર્યક્રમમાં મીનીસ્ટરને આવેદન પત્ર આપી સિહોરને સૌની યોજના હેઠળ ગૌતમેશ્વર તળાવ સુધી આ લાઈન લંબાવી આપવાની માંગણી કરેલ. પરંતુ ભાવનગર જીલ્લાના ભાજપની દ્રષ્ટિહિન નેતાગીરી કે પ્રજાની મુશ્કેલીઓની દરકાર ન લેનારા નિર્દય શાસકો અને તેની ભ્રષ્ટ નીતિને કારણે આજે છેલ્લા ૪ થી ૫ દિવસથી મહી પરીએજમાં ભંગાણ સર્જાતા સમગ્ર સિહોર કે જે મહી પરીએજ આધારીત હોય. નગરપાલિકા ધ્વારા તળાવનું પાણી ન છુટકે સીધું જ આપવું જરૂરી બનતા લોકોને ન છૂટકે દુષિત અને દુર્ગંધયુક્ત પાણી પીવા મજબૂર થવું પડયું છે. જે ભાજપના સત્તાધીશો ફીલ્ટર પ્લાન્ટ ચાલું હોવાના બણગા ફૂંકતા હતા. તેઓના બણગા પોકળ સાબીત થયેલ છે. હવે ભોળી પ્રજાને મૂર્ખ સમજનારાઓને પ્રજા ઓળખી ગઈ છે. અને આવનારી ચુંટણીમાં ભાજપને જાકારો આપવાનું મન બનાવી લીધું છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!