Connect with us

Gujarat

રવિવાર સુધી ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ : સવારથી અનેક ભાગોમાં સટાસટી

Published

on

Heavy to very heavy rain alert till Sunday: Flurries in many parts from morning

બરફવાળા

કાલે જુનાગઢ, ગીર સોમનાથ તથા દીવ માટે અતિ-અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ ; રાજકોટ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, સુરેન્દ્રનગર, અમરેલી, મોરબી, બોટાદ તથા કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી: વિજળીના કડાકા- 30થી 40 કીમીની ઝડપે પવન પણ ફુંકાશે : આજે સવારે જામનગરમાં 4 કલાકમાં 4 ઈંચ: સુત્રાપાડા-લોધીકા-ચોટીલામાં દોઢ-દોઢ ઈંચ : અમદાવાદ, મહેસાણા, સુરત સહિતના ભાગોમાં વરસાદ

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે અને બે દિવસથી વિવિધ ભાગોમાં હળવો-ભારે વરસાદ વરસી જ રહ્યો છે જયારે રવિવાર સુધી કેટલાંક ભાગોમાં અતિભારે સહિત વ્યાપક વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે સવારથી જામનગર, જુનાગઢ, અમદાવાદ, ગીર સોમનાથ, સુરત જેવા જીલ્લાઓમાં ધોધમાર વરસાદ રહ્યો છે. રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં 157 તાલુકામાં હળવો ભારે વરસાદ નોંધાયા બાદ આજે સવારથી પણ અનેક ભાગોમાં સટાસટી હતી. સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં 20 તાલુકામાં એકથી ચાર ઈંચ વરસાદ પડયો હતો. જામનગરમાં ફરી મેઘરાજાએ દે ધનાધન પાણી વરસાવ્યુ હોય તેમ ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકતા અનેક નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા અને જનજીવનને અસર થઈ હતી. આ સિવાય ગીર સોમનાથના સુત્રાપાડામાં દોઢ ઈંચ, રાજકોટનાં લોધીકામાં સવા ઈંચ, સુરેન્દ્રનગફરના ચોટીલામાં સવા ઈંચ, ગીર સોમનાથના વેરાવળમાં સવા ઈંચ, કચ્છના મુંદ્રા, જામનગરના જોડીયા, સુરેન્દ્રનગરના લીંબડી, કચ્છના માંડવીમાં એક-એક ઈંચ વરસાદ થયો હતો. આ સિવાય અમદાવાદમાં પણ બપોરથી મેઘરાજાના મંડાણ થયા હતા.

Heavy to very heavy rain alert till Sunday: Flurries in many parts from morning

વેજલપુર, સેટેલાઈટ, ગીતો સહિતના વિસ્તારોમાં વરસાદ હતો. જીલ્લાના ધંધુકામાં બે કલાકમાં 3 ઈંચ સહિત સાડા ત્રણ ઈંચ વરસાદ પડયો હતો. મહેસાણાના જોડાણામાં બે કલાકમાં અઢી ઈંચ પાણી વરસ્યુ હતું. મહેસાણા શહેરમાં બે કલાકમાં બે ઈંચ પાણી પડતા માર્ગો પર પાણી ભરાયા હતા. આ ઉપરાંત સવારે 6થી બપોરે 12 દરમ્યાન ધોળકામાં બે ઈંચ, સુરતના પલસાણામાં બે ઈંચ, સાબરકાંઠાના વિજયનગરમાં દોઢ ઈંચ, સુરતના બારડોલી, બનાસકાંઠાના ડીસામાં દોઢ-દોઢ ઈંચ તથા વિસનગર-સિદ્ધપુરમાં સવા ઈંચ વરસાદ થયો હતો. જંબુસર, ચોર્યાસી, દસક્રોઈ, દ્વારકા, ધરમપુર, ઉમરગામ, વાપી, સુરત જેવા શહેરોમાં પણ હળવો મધ્યમ વરસાદ હતો. દરમ્યાન હવામાન વિભાગ દ્વારા રવિવાર સુધી અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ તથા દ્વારકા તથા ગુજરાતના સુરત, નવસારી, વલસાડના અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ સિવાય રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, કચ્છ તથા દીવમાં 30થી40 કીમીની ઝડપે પવન અને વિજળીના કડાકા સાથે તોફાની વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આવતીકાલે જુનાગઢ, ગીર સોમનાથ તથા દીવના અમુક ભાગમાં અતિ-અતિભારે વરસાદની તથા સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ તથા કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવારે પણ સમાન સ્થિતિ રહી શકે છે.

Advertisement
error: Content is protected !!