Connect with us

Bhavnagar

ભારે વરસાદના કારણે ભાવનગરમાં મીઠાંના ઉદ્યોગને ભારે નુકસાન

Published

on

heavy-rains-cause-heavy-damage-to-the-sweet-industry-in-bhavnagar

દેવરાજ

  • બે મહિના અસર રહેશે

ભાવનગર માં ભારે વરસાદથી મીઠાના ઉદ્યોગને ભારે નુકશાન થયેલ છે.ભાવનગર શહેરના નવા બંદર, ઘોઘા, મહુવા તેમજ અમદાવાદ રોડ પર કુલ મળીને 35થી વધુ નાના મોટા નમકના યુનિટો આવેલા છે. જે પૈકી મોટા ભાગના યુનિટોમાં અતિવૃષ્ટિથી હજારો ટન મીઠાના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયેલ છે.આ નમકના એકમોના પાળાઓ સંપુર્ણપણે ધોવાઈ ગયા છે તો વળી કયાંક તૂટી પણ ગયા છે જેથી તૈયાર કરાયેલુ મીઠુ પણ પલળી જવા પામેલ છે. ભારે વરસાદ થી મીઠાના ઉદ્યોગને કરોડો રૂપીયાનું નુકશાન થયેલ છે. અનેક અગરો ભારે પાણીના પ્રવાહમાં બરબાદ થઈ ગયા છે. કયારાઓ, અગરોમાં પાણી ભરાયેલા રહ્યા છે. મીઠાનો તૈયાર માલ પણ ધોવાઈગયો છે, પાળાઓ તૂટી ગયા છે. નમક ઉદ્યોગની વિવિધ માળખાકીય સવલતો, સાધનસામગ્રીઓ, મશીનરીઓને નુકશાન થયેલ છે.

heavy-rains-cause-heavy-damage-to-the-sweet-industry-in-bhavnagar

અનેક અગરોમાં ખુલ્લામાં પડેલો માલ ધોવાઈ ગયો છે કયારામાં પડેલો માલ સંજોગોવશાત બહાર કાઢી શકાયો ન હતો તે મીઠું વરસાદી પાણીમાં ઓગળી ગયેલ છે. મોટા ભાગના અગરો પાણીમાં ગરકાવ થયા છે.ભાવનગર જિલ્લામાં દરીયાકાંઠાના અગરો ખાતે હાઈ ટાઈડ. ભારે વરસાદ અને ભારે પવનના કારણે પણ પાળાઓ તૂટી ગયા છે. અનેક સ્થળોએ પ્લાન્ટ અને મોંઘીદાટ મશીનરીઓને પણ ડેમેજ થયેલ છે. તરી ધોવાઈ ગઈ છે. વરસાદ બંધ થાય ત્યારબાદ મીઠાના એકમોમાં સ્થળ તપાસણી બાદ નુકશાનીનો આંકડો જાણવા મળશે. ભાવનગર શહેર અને જિલ્લામાં અવિરતપણે મેઘસવારી જારી રહેતા એકમોનું લાખો ટન મીઠાને નુકશાન થયેલ છે. જેને લઈને 20 થી 25 ટકા ઉત્પાદનનો લોસ થવા પામેલ છે. ભાવનગર ના અગ્રણી મીઠાના ઉદ્યોગપતિ સંતોષભાઈ કામદારના જણાવ્યા પ્રમાણે ભારે વરસાદના કારણે હજુ બે મહિના કારખાનાઓ મોડા શરૂ થશે. અગરના શ્રમિકો હાલ માટીકામ, પાળા બાંધવા અને કયારાના રીપેરીંગમાં જોતરાયા છે.

error: Content is protected !!