Sihor
સિહોર શહેર અને પંથકમાં બપોરના સમયે ભારે પવન અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ
પવાર – દેવરાજ
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા : વીજળીના ચમકારા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં ઠંડકનો માહોલ : પંથકના અનેક ગામોમાં મેઘરાજાની એન્ટ્રી
સિહોર શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન અને કડાકા-ભડાકા સાથે રવિવારે બપોરના સમયે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. બજારોમાં હોર્ડિંગ અને બોર્ડ ઉડવા લાગતા રસ્તા ઉપર અફડાતફડી મચી ગઇ હતી અને સલામત સ્થળે ખસવા માટે લોકોએ દોડાદોડ કરી મુકી હતી. વીજળીના ચમકારા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં ઠંડકનો માહોલ છવાઇ ગયો હતો. તેની સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા વાહનચાલકો પરેશાન થઇ ગયા હતાં. સવારથી અસહ્ય બફારો અને ઉકળાટનો માહોલ અનુભવાઇ રહ્યો હતો. દરમિયાન બપોરના સમયે એકાએક વાતાવરણમાં પલ્ટો આવવાનું શરૂ થયુ હતું. જોતજોતામાં તેજ તોફાની પવન ફૂંકાવાનો શરૂ થયો હતો અને આકાશમાં વીજળીના ચમકારા સાતે કડાકા થવા લાગ્યા હતી. તેની સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. આખા દિવસના અસહ્ય બફરા બાદ બપોરના સમયે મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શહેરની બજારો અને હાઈવે પર ચોકડી પર હોડગ્સ અને બેનરો તેમજ રસ્તાઓ પર ઢાંકવામાં આવેલા પડદા અને કપડા સહિત ઉડવાના બનાવો બન્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. વરસાદ પડવાથી વાતાવરણ ઠંડુ બની ગયું હતું. શહેરીજનોને ગરમીમાથી રાહત મળી હતી.
બોક્સ..
શહેરના તોફાની પવનથી કેટલાક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થયાના બનાવ સામે આવ્યા
સિહોર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને મીની વાવાઝોડું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ખાસ કરી શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવતાં ખેડૂતોને નુકસાનીનો વેઠવાનો વારો આવ્યો છે. આજે બપોરના સમયે સિહોર સાથે અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો.ભારે પવન બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા થોડા દિવસો થી બફારો વધતા લોકો હેરાન-પરેશાન થઈ ગયા હતા.આજે પવન અને વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાઇ થયાના બનાવ સામે આવ્યા છે
વરસાદી કરા પડ્યા, ખેડૂતોમાં માટે આફત સમાન
સિહોર પંથકમાં વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. સિહોર શહેર અને પંથકમાં કેટલાક વિસ્તારોમાં તો બરફના કરા પડ્યા હતા. હવામાનની આગાહીને પગલે હવે ગુજરાતમાં કમોસમી વરસાદની પણ એન્ટ્રપી થઈ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ચાલુ મહિનામાં થયેલા વરસાાદે ખેડૂતોનું ઘણું બધું બગાડી નાખ્યું છે ત્યાં વધારે એક માવઠું ખેડૂતો કેમ સહન કરી શકશે તે તેમના માટે ચિંતાનો વિષય છે. હવામાન ખાતાની આગાહી પગલે વરસાદ પડ્યો છે. સિહોરમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સટાસટી સાથે કરા પડ્યા છે. વરસાદ સાથે કરા પડતા ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. સિહોર શહેર સાથે તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો છે. અસહ્ય ગરમી તેમજ બફારા સાથે વરસાદી વાતાવરણ થવા પામતા વરસાદી વાતાવરણ વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં બરફના કરા પડ્યા છે. બરફના કરા પડતા ગામ લોકોને આશ્ચર્ય થયું હતું કે, જવલ્લે જ આવી ઘટના અહીં થતી હોય છે. વરસાદી માહોલને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ ગુજરાતનો તાત મુશ્કેલીમાં મુકાયો હતો. કારણ કે ખેતરમાં ઉભા રહેલા પાકને ભારે નુકસાની થવાની વિધિ છે. કુદરતની આફત સામે ખેડૂત બન્યો લાચાર.