Sihor
સિહોર શહેરમાં નિયમિત સફાઈના અભાવે માખી અને મચ્છરોનો ભારે ઉપદ્રવ

- ગંદકીના સામ્રાજયથી રોગચાળાનો પ્રસરી રહેલો ભય : ગાબચી મારતા સફાઈકર્મીઓની સામે પણ લોકોની ઉઠતી વ્યાપક ફરિયાદ
સિહોર શહેરના કેટલાક વિસ્તારોમાં નિયમિતપણે સફાઈ થતી ન હોવાથી માખી અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. લોકોમાં રોગચાળાનો ભય પણ પ્રસરી રહ્યો છે. સિહોરના કેટલાક વિસ્તારોમાં નિયમિત રીતે સફાઈ થતી નથી. એવા વિસ્તારોમાં અનેક પ્રકારના ગંદકીયુકત કચરાના ઢગલા નજરે પડે છે. ઉપરાંત ખાબડખુબડ રસ્તાઓના ખાડાઓમાં પાણીનાં ખાબોચિયાં રહેતા હોય તેવા સ્થળો મચ્છરના ઉછેર કેન્દ્રો બની ગયાં છે.
અહીં સફાઈ માટે ગામના જુદા-જુદા વિસ્તારો જુદા જુદા સફાઈ કર્મીઓને ફાળવેલા છે. તેમાંથી કેટલાક સફાઈ કર્મીઓ પોતાની ફરજ બજાવતા રહે છે જ્યારે કેટલાક ગાબચી મારવાની આદત ધરાવતા હોવાની ફરિયાદો સામે આવી છે. આવા ગાબચીગ્રસ્ત વિસ્તારોમાં એકઠા થતા કચરાથી ગંદકી ફેલાય છે. ગ્રામ પંચાયત નિયમિત સફાઈ અને જંતુનાશક દવાના છંટકાવની વ્યવસ્થા પર લક્ષ આપે તેવી લોકોની માંગ છે.