Sihor
સિહોરમાં થયેલી હીરા ચોરીનો ભેદ ઉકેલાયો : ભરત નામના શખ્સની ધરપકડ

થોડા દિવસ પહેલા ભાવનગર રોડ પર આવેલ હીરાના કારખાનાઓમાં થઈ હતી ચોરી, ઝડપાયેલા ભરત સામે ભાવનગર શહેરના બોરતળાવ , બારડોલી, સુરતના કાપોદ્રા, વરાછામાં પણ ચોરીની ૧૩ જેટલી ફરીયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું
સિહોરના ભાવનગર રોડ ઉપર આવેલ હીરાના કારખાનામાં થોડા દિવસ પુર્વે તાળા તોડી હીરાની ચોરી થવા પામી હતી જે મામલે ગુનો નોંધાતા સિહોર પોલીસે તપાસ હાથ ધરી ચોરીના ગુનામાં ભરત નામના શખ્સને ઝડપી પાડી તપાસ હાથ ધરતા અન્ય ચોરીની ૧૩ ફરીયાદ ભરત સામે નોંધાઈ હોવાનું સામે આવ્યું છે સિહોર તાલુકાના ઉસરડ ગામે રહેતા અને ભાવનગર રોડ ઉપર હીરાનું કારખાનું ધરાવતા હીરા વેપારી ઘનશ્યામભાઈ જાદવભાઈ મોરીએ થોડા દિવસ સિહોર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી કે ગત તા ત્રણના રોજ નવરાત્રી આઠમનો તહેવાર હોય જેને લઈ હીરાના કારખાનામાં રજા રાખેલ તે તકનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સોએ કારખાનાના તાળા તોડી ગેરકાયદે પ્રવેશ કરી ટેબલના ખાનામાં રાખેલ અર્ધ તૈયાર હીરા નંગ ૧૮૦૦ ની ચોરી કરી નાસી છુટ્યો હતો
જે ચોરીનો બનાવ કારખાનામાં લગાવેલ સીસી ટીવી કેમેરામાં કેદ થવા પામ્યો હતો ચોરીના બનાવને લઈ પોલીસે અજાણ્યા શખ્સ સામે આઈપીસી ગુનો દાખલ કર્યો હતો દરમિયાન ગઈકાલે સિહોર પીઆઈ સહીતનો સ્ટાફ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે વેળાએ બાતમી રાહે હકીકત મળી હતી કે ટાવર ચોકમાં એક શખ્સ શંકાસ્પદ રીતે આંટાફેરા મારી રહ્યો છે જે હકીકત આધારે ટાવર ચોકમાં તપાસ હાથ ધરી ભુપત વડાળીયાની અટક કરી તલાશી લેતા તેના કબજામાંથી બે પેચીયા ચાવીનો જુડો ટોર્ચ લાઈટ મળી આવતા તેની પુછપરછ કરતા શખ્સ સિહોરમાં હીરાના કારખાનામાં રાત્રીના હીરાની ચોરી કર્યાની કબુલાત આપતા તેની ધોરણસર અટકાયત કરી ઈ ગુજકોપ મારફતે તપાસ કરતા શખ્સ સામે ચોરીના ૧૩ ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે