Connect with us

Sihor

સિહોરના ઉસરડ ગામે જાયારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ લોકડાયરામાં ઉમટેલી ઐતિહાસિક જનમેદની વચ્ચે કિર્તીદાન ગઢવીની ભારે જમાવટ

Published

on

heavy-deployment-of-kirtidan-gadhvi-amidst-historic-crowd-in-lokdira-held-on-the-occasion-of-jayaram-bapas-death-anniversary-at-usrad-village-of-sihore

બ્રિજેશ

  • ઉસરડ ખાતે જાયારામ બાપાની 113મી પુણ્યતિથિ નિમિત્તે સંતો- મહંતો- રાજકીય નેતાઓ સામાજિક સંસ્થાના અગ્રણીઓની વચ્ચે ભવ્ય લોકડાયરો યોજાયો

સિહોર તાલુકાના ઉસરડ ગામે આવેલ સુપ્રસિદ્ધ જાયારામ બાપાની જગ્યામાં સંત શ્રી જાયારામ બાપાની 113મી પૂણ્યતિથિ નિમિતે ગઈકાલે શનિવારે ધામધૂમપૂર્વક ઉજવાઇ હતી. આ પ્રસંગે ધર્મધ્વજ યાત્રા, શ્રીફળ હોમ, પ્રસાદ વિતરણ તેમજ લોકડાયરા સહિતના ધાર્મિ‌ક પ્રસંગો યોજાયા હતા

heavy-deployment-of-kirtidan-gadhvi-amidst-historic-crowd-in-lokdira-held-on-the-occasion-of-jayaram-bapas-death-anniversary-at-usrad-village-of-sihore

જેને લઈ રાત્રિ લોકડાયરા કાર્યક્રમમાં ગુજરાતના ઘરેણા સમાન અને વિશ્વ ખ્યાતી પામનારા સુપ્રસિદ્ધ લોકગાયક કિર્તીદાન ગઢવી, સહિત ચિથરભાઈ પરમાર, અભેશંગભાઈ મોરીએ એવી તે જમાવટ કરી હતી, કે ઉપસ્થિત ઐતિહાસીક જનમેદનીએ કલાકારોની ભવ્ય રંગત માણીને આફરીન થઈ ગયા હતા.

heavy-deployment-of-kirtidan-gadhvi-amidst-historic-crowd-in-lokdira-held-on-the-occasion-of-jayaram-bapas-death-anniversary-at-usrad-village-of-sihore

એટલૂં જ સંતો-મહંતો રાજકીય નેતાઓ સેવાકીય સંસ્થાના અગ્રણી વહીવટી તંત્રના અધિકારીઓ વગેરેએ ઉપસ્થિત રહીને લોકડાયરાની રંગત માણી હતી, અને સતત સાડા ચાર કલાક સુધી ચાલેલા લોકડાયરાના ભક્તિના રંગે સૌ કોઈ રંગાઈ ગયા હતા. સાથોસાથ એટલી જ ધનવર્ષા પણ થઈ હતી, જે પણ નવા કીર્તિમાન સમાન છે.

heavy-deployment-of-kirtidan-gadhvi-amidst-historic-crowd-in-lokdira-held-on-the-occasion-of-jayaram-bapas-death-anniversary-at-usrad-village-of-sihore

રાત્રી કાર્યક્રમમાં શનિવારે રાત્રે ગુજરાતના સુપ્રસિદ્ધ લોક ગાયક કિર્તીદાન ભાઈ ગઢવી, તેમજ અન્ય કલાકારોના લોક ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમની રંગત એવી જમાવટ ભરી રહી હતી, કે સાડા ચાર કલાક સુધી એક પછી એક ભક્તિ તેમજ ડાયરાના સથવારે અને ભજનોના સહારે તમામ શ્રોતાગણ મંત્રમુગ્ધ બની ગયા હતા.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!