Connect with us

Sihor

તોતીંગ ફીવાળી શાળાઓને ટકકર આપતી સિહોર એલડી મુનિ હાઇસ્કુલની હરણફાળ

Published

on

Haranfal of Sihore LD Muni High School, which competes with totting fee schools

Pvar

મહેનતના ફળ મળે જ છે, જરૂર હોય છે દાનતની : જરૂરિયાત વિદ્યાર્થીઓને ગણવેશ, સ્કુલ બેગ, પાઠય પુસ્તક વિનામૂલ્યે : અટલ લેબ સહિતની સુવિધા : એલડી મુનિ હાઇસ્કુલનું ઝળહળતું પરિણામ : શ્રમજીવીઓના સંતાનો ઝળકયા

ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધો. ૧૦ની પરીક્ષાનું આજે સવારે ૮ કલાકે પરિણામ જાહેર થયું છે. એસ.એસ.સી.નું આજરોજ પરિણામ જાહેર થતા સિહોર એલડી મુનિ સ્કૂલના નોંધપાત્ર પરિણામ આવ્યા છે. સિહોર સહિત રાજયમાં હવે માત્ર ઉચ્ચ શિક્ષણ નહીં પરંતુ હાઇસ્કુલનું શિક્ષણ પણ મોંઘુદાટ બની ગયું છે ત્યારે એલડીમુની સ્કૂલ સામાન્ય ફીમાં ઉચ્ચ કારકીર્દી માટે પ્રથમ પગથિયારૂપ બની રહી છે. એજ્યુકેશન સોસાયટી દર વર્ષે હાઇસ્કુલના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને ગણવેશ, સ્કુલ બેગ સહિતની સુવિધા આપવામાં આવે છે.

Haranfal of Sihore LD Muni High School, which competes with totting fee schools

જરૂરી તમામ સુવિધા મળતી રહે છે. તો બીજી તરફ આટલી સુવિધા વગર માત્ર ભણવા માટે પણ અનેક શાળાઓ 6 આંકડામાં ફી લે છે. પરંતુ સરકારી શાળાના જવાબદારો, હાઇસ્કુલના સંચાલકો એવા પદાધિકારીઓ અને અધિકારીઓ પણ શિક્ષણ સમિતિની જેમ જ ફ્રીમાં અપાતા શિક્ષણનું ફ્રીમાં થતું માર્કેટીંગ પણ કરતા નથી. બાકી આટલી મોંઘવારી અને ઉંચી ફીના યુગમાં હજારો વિદ્યાર્થીઓ સમિતિની પ્રાથમિક અને હાઇસ્કુલોમાં એડમીશન લેવા તરફ વળી શકે છે. અદ્યતન સ્માર્ટ કલાસ રૂમ, સાયન્સ અને કોમ્પ્યુટર લેબ, લાયબ્રેરી, રમત ગમત મેદાન સહિતની સુવિધા, અને જરૂરિયાત વિદ્યાર્થીઓને મફત ગણવેશ, પાઠય પુસ્તક આપવામાં આવે છે અને વર્ષો જુના શિક્ષકોની ટીમે ફરીથી શાળાનું પરિણામ ગગન સુધી પહોંચાડયું છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!