Connect with us

Sihor

જાત મહેનતે બનાવેલ મેથળા બંધારો ઓવર ફલો થતા 15 ગામમાં ખુશી

Published

on

Happiness in 15 villages due to overflowing Methla dams made with hard work

કુવાડીયા

35 થી 137 કરોડના વાયદા બાદ એક ઈંટ મુકાઈ નથી, અનેકો રજુઆતો બાદ સરકારમાંથી માત્ર લોલીપોપ મળતા શ્રમિકોએ જમીન બચાવવા 2018 માં બીડુ ઝડપ્યું હતુંHappiness in 15 villages due to overflowing Methla dams made with hard work

સરકારની એક પછી એક લોલીપોપ આપવા છતાં મેથળા બંધારો નહીં બંધાતા જમીન બચાવવા અને ખારાશને અંકુશમાં રાખવા ૧૫થી વધુ ગામોના શ્રમયોગીઓએ જાત મહેનતે ૨૦૧૮માં મેથળા બંધારાને અંતે આકાર આપ્યો હતો જે બંધારો તાજેતરમાં આવેલ વરસાદના પગલે ઓવરફલો થતા તમામ ગામોમાં ખુશીની લહેર ફેલાવા પામી છે. મેથળા બંધારો ત્રીસ વર્ષથી સરકાર ચુંટણી ટાણે બનાવી આપવાની જાહેરાત કરતી હતી. ૨૦૧૨માં મેથળા બંધારો ૩૫ કરોડ રૂપિયાના ખર્ચે બનાવી આપવા જાહેરાત કરેલી ૨૦૧૫મા સિહોરમાં આનંદીબેન પટેલે ૫૫ કરોડમા બંધારો બનાવી આપવા જાહેર સભામાં ખાત્રી આપેલી તેમજ બીજા પક્ષોના નેતાઓ અમને જીતાડો તો બંધારો બને તેવા રાજકીય રોટલા શેકાતા રહ્યા તે તમામ લોલીપોપ જણાતા  અને તા. ૯-૩ના રોજ ઉંચા કોટડાથી આશરે ૧૫૦થી વધારે બાઈકો ઉપર મહુવા મામલતદાર પ્રત અને ક્ષાર અંકુશને આવેદન પત્ર આપી તળાજા બાઈક રેલી ગયેલી સરકાર અને તંત્રને ખુલ્લુ અલ્ટીમેટ આપેલું તો વિજયભાઈ રૂપાણીએ ૮૬ કરોડમાં સિધ્ધાંતિક મંજુરી આપેલી તે ઝાંઝવાના જળ જેવું હોવાથી તા. ૨૩-૨થી દાતાઓના દાનનો ધોધ વરસતો ગયો. તા. ૬-૪-૧૮ના રોજ દસ હજારથી વધારે શ્રમયોગીઓએ વિધિવત મેથળા બંધારાનું કામ શરૂ કરી મીઠા પાણીનું સરોવર બનાવેલ તે આજે અડીખમ છે. વિજયભાઈ રૂપાણીની સરકારે છેલ્લે જવા સમયે મેથળા બંધારો બનાવી આપવા ૧૩૭ કરોડ રૂપિયા મંજુર કરેલા પણ ભાજપની સરકારે મેથળા બંધારે આજની તારીખે એક ઈંટ માડી નથી તે નરી વાસ્તવિકતા છે. તેમજ મેથળા બંધારો નાના ખાબોચીયા જેવો બનાવાનું સરકાર કાવતરુ કરે છે તે યોગ્ય નથી સરકારને મેથળા બંધારો બનાવવો હોય અને આ વિસ્તારના નેતાઓ પોતાના સમાજનું ભલુ ઈચ્છતા હોય તો મેથળા બંધારો દરિયા કાંઠે જુનુ બગડી નદીના બારે બે હજાર મીટરનું ઓગીન બનાવે અને પાળો ઉંચા કોટડા મંદીર સુધી બનાવી આપે તો લોકો લક્ષી સરકાર માની શકાય. હાલ જાત મહેનતે બનાવેલ મેથળા બંધારો ચોમાસાના વરસાદને લઈ ઓવર ફલો થતા ૧૫થી વધુ ગામોમાં ખુશીની લાગણી ઉભરાઈ છે અને ઘરે ઘરે લાપસી મંડાઈ છે.

error: Content is protected !!