Bhavnagar
આભા કાર્ડ કઢાવવામાં પાલિતાણાનું હણોલ ગામ પ્રથમ

Pvar
- કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયાના ગામ હણોલની અનોખી સિદ્ધિ, હણોલ ગામમાં પાત્રતા ધરાવતા તમામ ગ્રામજનોના આભા કાર્ડ કાઢી આપવામાં આવ્યા
ભાવનગરના વહીવટી તંત્રએ ભારત અને ગુજરાત સરકારના વિવિધ પ્રોજેક્ટને સાકાર કરવા કમર કસી છે. ‘આભા’ એટલે કે ‘આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ’ની કામગીરી આ બાબતનું તાજેતરનું ઉદાહરણ છે. ભાવનગરના આરોગ્યતંત્રએ આભા પ્રોજેક્ટમાં રાજ્યમાં અગ્રેસર કામગીરી કરી છે ત્યારે પાલિતાણાનું હણોલ ગામ તેમાં પ્રથમ છે જ્યાં સો ટકા લોકોએ કાર્ડ કઢાવ્યા છે. આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રીશ્રી ડો. મનસુખ માંડવીયાના ગામ હણોલ ગામની કુલ વસ્તી સંખ્યા ૨૦૭૪ માંથી આભા કાર્ડ માટે પાત્રતા ધરાવતા ૧૭૦૪ ગ્રામજનોના કાર્ડ કાઢવામાં આવેલ છે
અને બાકીના ૩૭૦ લોકોનું સ્થળાંતર કરેલ હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવેલ છે. આ સાથે જ આભા કાર્ડ કાઢવામાં પાલિતાણા તાલુકાનું હણોલ ગામમાં ૧૦૦ ટકાનું ધ્યેય હાંસલ કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લામાં ૫,૯૦,૪૦૬ આભા કાર્ડ કાઢીને ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા લોકોના આરોગ્યની ખેવના અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શનમાં પ્રશાસન “બહુજન હિતાય બહુજન સુખાય”ના સૂત્રને સાર્થક કરવા કટિબદ્ધ છે.