Gujarat
ગુજરાતનાં ‘મેન ઓફ ધ મેચ’ને દિલ્હી લાવી ઇનામ આપશે PM : પાટીલને મળશે મંત્રીપદ !!
કુવાડિયા
પાટીલ PMના વિશ્વાસુ છે
ભાજપે મંગળવારે પંજાબ, તેલંગાણા, ઝારખંડ સહિત ૪ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોને બદલ્યા છે. હવે એવી ચર્ચા છે કે આગામી એક-બે દિવસમાં ગુજગુ રાત, મધ્યપ્રદેશ, જમ્મુ-કાશ્મીર સહિત ૬ વધુ રાજ્યોમાં પ્રમુખ બદલવામાં આવી શકે છે. એટલું જ નહીં, આ કારણે મોદી કેબિનેટમાં પણ ફેરબદલની ચર્ચા છે. પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડી તેલંગાણાના પ્રમુખ બની ગયા છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેમને મંત્રી પરિષદમાંથી હટાવવામાં આવી શકે છે. તેવી જ રીતે અન્ય કેટલાક નેતાઓના વિભાગો બદલાઈ શકે છે અથવા તો તેમને સંગઠનમાં મોકલવામાં આવશે.
એટલું જ નહીં પ્રદેશ અધ્યક્ષ પદ પરથી હટી ચૂકેલા કેટલાક નેતાઓને પણ મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે. તેમાંથી સૌથી વધુ લોકપ્રિય નામ સી.આર.પાટીલનું છે.તેમના વિશે એવી અટકળો ચાલી રહી છે કે તેઓ મોદી સરકારમાં જગ્યા બનાવી શકે છે. સીઆર પાટીલનો પ્રમુખ તરીકેનો કાર્યકાળ જુલાઈમાં જ પૂરો થઈ રહ્યો છે અને હવે તેમને પ્રમોશન મળવાની ચર્ચા છે. તેમને મોદી સરકારમાં મંત્રી બનાવવામાં આવી શકે છે અથવા ભાજપના કેન્દ્રીય સંગઠનમાં મહત્વની જવાબદારી મળી શકે છે. તેમને ગુજરાતની ચૂંટણીનો સારો અનુભવ છે. એટલા માટે પાર્ટી દેશભરમાં તેમનો ફાયદો ઉઠાવી શકે છે.