Bhavnagar
ભાવનગર જિલ્લામાં સોમવારથી શનિવાર દરમિયાન ગુજરાત યુવા સંવાદ કાર્યક્રમો યોજાશે

પવાર
સિહોર ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અંતર્ગત આયોજનોની પત્રકારોને અપાઈ વિગતો
સમગ્ર રાજ્ય સાથે ભાવનગર જિલ્લામાં સોમવારથી શનિવાર દરમિયાન ગુજરાત યુવા સંવાદ કાર્યક્રમો યોજાશે. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અંતર્ગત આયોજનોની પત્રકારોને વિગતો અપાઈ છે. ભાવનગર જિલ્લામાં સોમવાર તા.૨૨થી શનિવાર તા.૨૭ દરમિયાન Y ૨૦ ગુજરાત યુવા સંવાદના વિવિધ કાર્યક્રમો યોજાશે. આ અંગે સિહોર ખાતે પત્રકારોને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ક્ષેત્રીય સંયોજક શ્રી બ્રીજરાજસિંહ ગોહિલ અને ભાવનગર જિલ્લા સંયોજક શ્રી મેહુલભાઈ ડોડિયાએ વિગતો આપી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જી૨૦નું જ્યારે અધ્યક્ષ સ્થાન મળ્યું છે ત્યારે જી૨૦ના માધ્યમથી ગુજરાતમાં વધુમા વધુ યુવાનો દેશના હિત અને વિકાસ માટે પોતાના વિચારો રજૂ કરી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની આગેવાની સાથે યુવા રમત ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના માર્ગદર્શનમા Y ૨૦- ગુજરાત સંવાદ કાર્યક્રમ યોજાશે. આ આયોજન સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના માધ્યમથી સમગ્ર ગુજરાત રાજ્યમાં થનાર છે.
ઉલ્લેખનીય છે કે, ગત માસે અમદાવાદ ખાતેથી ગુજરાત યુવા સંવાદ કાર્યક્રમનો પ્રારંભ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કરાવાયેલ છે. આ પછી વિભાગ વાર કાર્યક્રમો શરૂ છે. પત્રકારોને અપાયેલ વિગત મુજબ સૌરાષ્ટ્ર વિભાગ સાથે ભાવનગર જિલ્લામાં સોમવાર તા.૨૨થી શનિવાર તા.૨૭ દરમિયાન વિવિધ સંવાદ આયોજનો થયા છે, જેમાં જોડાવા માટે ૮૪૦૧૪૦૦૪૦૦ ઉપર સંપર્ક કરવાથી મળનાર સંદેશ મુજબ વિગત ભરી નામ નોંધાવી શકશે. ભાવનગર જિલ્લામાંથી ૧૧,૦૦૦ જેટલા યુવા સભ્યોએ નામ નોંધાવી રાષ્ટ્ર માટે પોતાના ખ્યાલ સાથે સંવાદ ભાગીદારી સૌજન્ય રજૂ કરેલ છે અને હજુ પણ નામ નોંધાઈ રહ્યાનું જણાવાયું છે. ભાવનગર જિલ્લાની વિગતો પ્રમાણે ૯ તાલુકા, ૩ નગરપાલિકા ક્ષેત્ર અને જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ પાલીતાણામાં તળેટી ખાતે મળીને કુલ ૧૨ કાર્યક્રમો ગોઠવાયા છે. અહી યુવાનોની લોકશાહીમાં ભાગીદારી, યુદ્ધ વિરામ અને વિશ્વ શાંતિ, રમતગમત, સ્ટાર્ટ અપ, ઈનોવેશન, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વિષયો ઉપર યુવાનો સંવાદ કરશે.