Connect with us

Sihor

સિહોરમાં ભાજપ આયોજિત ગુજરાત ગૌરવ યાત્રા : ભવ્ય સભા યોજાઈ

Published

on

Gujarat Gaurav Yatra organized by BJP in Sihore
  • ગુજરાતનો આભાર છે કે જેમણે પ્રતિભાવંત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દેશને આપ્યા : ગજેન્દ્ર શેખાવત

ગુજરાત પ્રદેશ ભાજપ આયોજિત ગુજરાત ગૌરવ યાત્રા સિહોરમાં પહોંચતા અહી કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર શેખાવતે કહ્યું, ગુજરાતનો આભાર છે, કે જેમણે પ્રતિભાવંત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દેશને આપ્યા અને સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું છે.આગામી આવી રહેલી ચૂંટણીઓ સંદર્ભે પ્રજા પણ વિકાસને જુએ છે અને ભાજપના કામને બિરદાવે છે, તે સાથે જ ભાજપ પણ પોતાના કામકાજનો હિસાબ આપવા ગુજરાત ગૌરવ યાત્રાના પાંચ આયોજનો દ્વારા ગામે ગામ સંપર્કમાં નીકળેલ છે.

Gujarat Gaurav Yatra organized by BJP in Sihore

ભાવનગર જિલ્લામાં આ યાત્રા બીજા દિવસે પાલિતાણાથી નીકળી સિહોર પોગી હતી જ્યાં સભા યોજાઈ હતી.સિહોર ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર શેખાવતે ગુજરાતના મતદારોને બિરદાવી ભાજપ શાસન દ્વારા થયેલા કામોને સહર્ષ બિરદાવેલ. ગુજરાતનો આભાર છે, કે જેમણે પ્રતિભાવંત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દેશને આપ્યા અને સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું છે. આમ ગુજરાત ભાજપ સાથે રહ્યાનું ગૌરવ જણાવેલ.સાંસદ અને રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ શ્રી ભારતીબેન શિયાળે ભાવનગર જિલ્લામાં ભાજપ શાસનમાં થયેલા અઢળક વિકાસ કામો રેલવે, ધોરી માર્ગ, ઔધ્યોગિક એકમો સહિતનો ઉલ્લેખ કરી આગામી ચુંટણીમાં મતદારોએ ભાજપ સાથે જ રહેવા અનુરોધ કર્યો.

Gujarat Gaurav Yatra organized by BJP in Sihore

અહીંયા રાજ્યના મંત્રી શ્રી વિનોદ મોરડિયાએ ગુજરાત અને ભારતમાં ભાજપ સરકારના કામકાજનો ગૌરવભર્યો ઉલ્લેખ કર્યો.અહીંયા હાસ્ય કલાકાર શ્રી સુખદેવ ધામેલિયાએ પ્રારંભમાં હળવી વાતો પીરસી હતી.ભાવનગર જિલ્લા ભાજપ અઘ્યક્ષ શ્રી મૂકેશ લંગાળિયાએ પ્રારંભિક વાત કરી સંચાલનમાં શ્રી નાનુભાઈ ડાખરા રહ્યા હતા.

Gujarat Gaurav Yatra organized by BJP in Sihore

આ યાત્રામાં ભાજપ રાષ્ટ્રિય અગ્રણીઓ શ્રી રામબાબુ દ્વિવેદી તથા શ્રી સૂર્યા મહેશ્વર સાથે ધારાસભ્ય શ્રી વિભાવરીબેન દવે તથા શ્રી ભિખાભાઈ બારૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલ, શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, શ્રી મહેન્દ્રભાઈ પનોત, યાત્રા અગ્રણીઓ શ્રી બાબુભાઈ જેબલિયા, શ્રી ઉદયભાઈ કાનગડ તથા શ્રી સુરેશ ગોધાણી જોડાયા હતા.આ સભા પ્રારંભે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રઘુભાઈ હુંબલે સ્વાગત ઉદબોધન કરેલ. આભાર વિધિ શ્રી વિક્રમભાઈ નકુમે કરેલ. આયોજનમાં ભાજપ અગ્રણીઓ શ્રી ચિથરભાઈ પરમાર, શ્રી રાજીવ પંડ્યા, શ્રી ધર્મિષ્ઠાબેન દવે, શ્રી વનરાજસિંહ ડાભી સહિત હોદ્દેદારો રહ્યા હતા.

error: Content is protected !!