Gujarat
Gujarat : ‘પઠાણ’ની રિલીઝ પહેલા મંત્રીને મળ્યા વિવિધ મલ્ટીપ્લેક્સના માલિકો, જાણો શું થઇ ચર્ચા
ગુજરાતના વિવિધ મલ્ટિપ્લેક્સ માલિકોનું એક પ્રતિનિધિમંડળ બુધવારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને મળ્યું હતું અને જમણેરી જૂથોના વિરોધનો સામનો કરી રહેલા શાહરૂખ ખાન અભિનીત ‘પઠાણ’ના સ્ક્રીનિંગ સિનેમા હોલ માટે સુરક્ષાની માંગ કરી હતી.

મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઑફ ગુજરાત (એમએજી) ના પ્રમુખ મનુભાઈ પટેલે જણાવ્યું હતું કે મીટિંગ દરમિયાન, મંત્રીએ ફિલ્મની રજૂઆત પર સિનેમા પ્રદર્શકોને ધમકી આપતા જૂથો તરફથી મલ્ટીપ્લેક્સ થિયેટરોની સુરક્ષાની ખાતરી આપી હતી. દરમિયાન, બજરંગ દળે કહ્યું કે તે ફિલ્મને ગુજરાતના સિનેમા હોલમાં પ્રદર્શિત કરવાની મંજૂરી નહીં આપવાના તેના નિર્ણય પર અડગ છે કારણ કે ફિલ્મમાં એક ગીત હિંદુ ધર્મનું “અપમાન” કરે છે.
ખાન અને તેની ફિલ્મ ‘પઠાણ’ ગીત ‘બેશરમ રંગ’માં પાદુકોણને ભગવા બિકીનીમાં બતાવવા બદલ ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.